અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
વડોદરાના નવલખી મેદાન ખાતે આજે આયોજિત ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રામાં ઘોઘંબા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઘોઘંબા ભાજપ સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની આગેવાની હેઠળ તાલુકાના ભાજપના હોદ્દેદારોએ પદયાત્રામાં ભાગ લઈ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ પદયાત્રામાં પંચમહાલ કિસાન મોરચાના મહામંત્રી જયપાલસિંહ રાઠોડ, ભાજપના મંત્રી ભુપેન્દ્રસિંહ સોલંકી, ગુણવંતસિંહ ગોહિલ, રમેશભાઈ રાઠવા, છેલુંભાઈ રાઠવા સહિતના હોદ્દેદારો જોડાયા હતા.
વડોદરા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઘોઘંબા તાલુકાના ભાજપના હોદ્દેદારોની ભાગીદારીથી સંગઠનની સક્રિયતા જોવા મળી હતી. તાલુકાના આગેવાનો અને કાર્યકરોએ એકસાથે ઉપસ્થિત રહી પદયાત્રામાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઘોઘંબા તાલુકાના ભાજપના હોદ્દેદારોની મોટી ઉપસ્થિતિ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની હતી. જેમાં કિસાન મોરચાએ નોધપાત્ર સંખ્યામાં યુવાનોને વડોદરા ખાતે લઈ જઈ યુવા શક્તિ બતાવી હતી
* સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની આગેવાની હેઠળ પંચમહાલ કિસાન મોરચાના મહામંત્રી જયપાલસિંહ રાઠોડ સહિતના હોદ્દેદારોએ પદયાત્રામાં ભાગ લીધો
