દાહોદ રુરલ પોલીસ ની ઘેરાબંધી થી બચી ને ભાગેલા બેફામ બુટલેગર કાર ચાલકે મુવાલીયા ક્રોસિંગ પાસે પાંચ બાઈકો સાથે અકસ્માત કરતા એક દંપતી ઇજાગ્રસ્ત…
જો કે દાહોદ રુરલ પોલીસ ની ટીમે ભાગી છૂટેલ કાર ચાલક કમ બુટલેગર ગોધરા તાલુકા ના કેવડીયા ગામ ના મેહુલ લુહાર ને ઝડપી પાડ્યો.
દાહોદ પોલીસ તંત્ર ના ચેકીંગ ની નાકાબંધી તોડી ને ભાગેલા એક બુટલેગર ની વિદેશી દારૂ નો જથ્થો ભરેલ બેફામ કાર ગોધરા રોડ ઉપર આવેલા મુવાલીયા ક્રોસિંગ પાસે બે કાબુ બની ને પાંચ બાઈકો ને ધડાકાભેર અડફટે મા લેતા એક દંપતી ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જો કે જી.જે.૧૭ એ.એસ. ૨૨૧૪ નંબર ની સફેદ કાર ના બેફામ ચાલકે ગોઝારો અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ચાલુ કારે ભાગી છૂટ્યો હતો પરંતુ આ કાર મા વિદેશી શરાબ નો જંગી જથ્થો ભરેલો હોવાનુ જોઈ ને પ્રજાજનો પણ સ્તબ્ધ બની ગયા હતા જો કે ભાગી છૂટેલ કાર નો પીછો કરી રહેલ દાહોદ રુરલ પોલીસ તંત્ર ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વિદેશી શરાબ નો જથ્થો ભરી ને પુરઝડપે ભાગેલ અને અકસ્માત સર્જાયા બાદ આ ભાગી છૂટેલા કાર ચાલક ને ગોધરા તાલુકા ના કેવડીયા ગામ ના મેહુલ પ્રતાપ લુહાર ને ગણતરી ના કલાકો મા ઝડપી પાડી ને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના નવાગામ બોરડી વિસ્તારમાંથી દારૂ ભરેલી ફોર વ્હીલર કાર પસાર થતી હોવાની જાણ થતાં દાહોદ ગ્રામ્ય પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. પોલીસથી બચવા માટે કારચાલકે વાહન દાહોદ શહેર તરફ પૂરઝડપે હંકારી મૂક્યું હતું. દરમિયાન પોલીસે કારનો સતત પીછો કર્યો હતો.
પોલીસે રાબડાળ મુકામે કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર મુવાલિયા ક્રોસિંગ પાસે રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને ત્યાંથી પસાર થતાં પાંચ જેટલા દ્વિચક્રી વાહનોને અડફેટે લીધાં હતાં. અકસ્માતને પગલે એક દંપતીને ઈજાઓ પહોંચી હતી, જ્યારે વાહનોને નુકસાન થયું હતું. ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે અકસ્માત સર્જાયા બાદ કારચાલક વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે દારૂ ભરેલી ફોર વ્હીલર કાર કબજે કરી તપાસ તેજ બનાવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા આરોપીનું નામ મેહુલ પ્રતાપ લુહાર હોવાનું અને તે પંચમહાલ જિલ્લાના ગોધરા નજીકના કેવડિયા વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછના આધારે કારમાં ભરેલો વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.દારૂ ભરેલી કારનો પીછો કરતી વખતે બનેલી આ ઘટનાએ દાહોદ શહેરમાં ચકચાર મચાવી છે. હવે પોલીસ તપાસમાં દારૂના જથ્થાના સ્ત્રોત અને તેની હેરફેર સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે શું વિગતો સામે આવે છે તે જોવું રહ્યું.
