અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી–ડેસર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની અછત વચ્ચે ખેડૂતોના પાકને પાણી માટે વલખાં મારવાની નોબત આવી રહી છે. પીવાના પાણીની તંગીની ચિંતા પણ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં સાવલી તાલુકાના આનંદીના મુવાડા પાસે મેવલી માઈનોર કેનાલમાં ગાબડું પડતાં લાખો લીટર પાણી ખેતરો અને કાચા રસ્તા પર ફરી વળતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. મેવલી પંથકમાં આવેલ આનંદીના મુવાડા ગામે મેવલી માઈનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યાં હતા એક બાજુ સિંચાઈના પાણી વગર સુકાઈ રહેલા પાક અને બીજી બાજુ લાખો લીટર પાણી ના વેડફાટ થી સમગ્ર તાલુકાના ખેડૂતો માં સિંચાઈ વિભાગ પ્રત્યે પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે જ્યારે કેનલના પાણીના પગલે કાચા રસ્તામાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને મારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે
સાવલી તાલુકાના આનંદીના મુવાડા ના ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાઈને રસ્તાઓ અને ખેતરો માં ભરાઈ ગયું હતું તેના પગલે કાચો રસ્તો જળમગ્ન થતાં ખેડૂતોની મુશ્કેલી વધારો થયો છે

સાવલી તાલુકાના મેવલી અને ધનતેજ ગામ વચ્ચે આવેલા આનંદીના મુવાડા ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી કેનાલમાંથી પાણી વહીને ખેતરોમાં ભરાતાં ખેડૂતોના પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, ગામને જોડતો કાચો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ જતાં ગ્રામજનો અને ખેડૂતોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સાથેસાથે
ગામને જોડતા કાચા રસ્તાને પાકો બનાવવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. જોકે, વારંવારની રજૂઆતો છતાં રસ્તાનું નિર્માણ ન થતાં હવે કેનાલમાં ગાબડું પડવાથી મુશ્કેલીઓમાં વધારો થયો છે. કાચા રસ્તા પર પાણી ભરાઈ જતાં ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચી શકતા નથી અને અન્ય સ્થળે જવા માટે લાંબો ચક્કર લગાવવાની ફરજ પડી રહી છે. એકબાજુ કાચો રોડ અને બીજી બાજુ કેનાલ નું ભરાયેલું પાણી ખેડૂતો માટે પારાવાર યાતના ઊભી કરી છે

આ બાબતે હરેન્દ્રસિંહ પરમાર નામના ગ્રામજને જણાવ્યું હતું કે મેવલી માઈનોર કેનાલ માં ગાબડું પડતા ઉભા ડાંગરના પાકોમાં પાણી ભરાઈ ગયું છે જો કેનલો સાફ કરીને પાણી છોડવામાં આવ્યું હોત તો બધા જ ખેડૂતોને લાભ મળત અને ચેનલનું ગાબડું તેમ જ કેનલોની યોગ્ય સફાઈ નહીં થાય તો કેનલોની કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

જ્યારે ગામ નજીકથી પસાર થતી માઈનોર કેનાલમાં ગાબડું પડતાં પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યું છે. ખેતીના પાકને નુકસાનની ભીતિ વચ્ચે કેનાલમાંથી વહી રહેલા પાણીને અટકાવવા અને તાત્કાલિક સમારકામ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. બીજી તરફ, પાણી ભરાવાને કારણે કાચો રસ્તો બંધ થતાં ખેતીકામ માટેની અવરજવર પણ ખોરવાઈ છે.
એક તરફ ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા અને બીજી તરફ ખેતરો સુધી પહોંચવા માટેનો માર્ગ બંધ થતાં ખેડૂતો માટે મુશ્કેલી બેવડાઈ છે. કેનાલનું સમારકામ ઝડપથી કરવામાં આવે અને રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
આનંદીના મુવાડા વિસ્તારનાં જિલ્લા પંચાયત સદસ્ય નેહાબેન કિરીટભાઈ બારોટ હાલમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન છે. તેમ છતાં, તેમના વિસ્તારના ગ્રામજનો પાકા રસ્તા માટે રજૂઆતો કરવા મજબૂર હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

પાણીની એક-એક બુંદ કિંમતી છે, તો પછી આટલો બગાડ કેમ?
એક તરફ ખેડૂતો સિંચાઈના પાણીના અભાવે ઊભા પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેનાલનું પાણી ગાબડામાંથી વહીને ખેતરોમાં ભરાઈ રહ્યું છે. ખેડૂતો માટે સિંચાઈનું પાણી જીવનરેખા સમાન છે. કેનાલમાં ગાબડાં પડે, પાણીનો બગાડ થાય અને સાથે કાચા રસ્તા પર પાણી ભરાતાં ખેતરો સુધી પહોંચવું પણ મુશ્કેલ બને, ત્યારે ખેડૂતોની મુશ્કેલી બમણી થાય છે. આવી સ્થિતિમાં માત્ર સ્થળ તપાસ કે અહેવાલ પૂરતો નથી; પાણીનો પ્રવાહ અટકાવી તાત્કાલિક સમારકામ કરવું અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જવાબદારી નક્કી કરવી જરૂરી છે.
દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પાણીનો વેડફાટ એ માત્ર બેદરકારીનો પ્રશ્ન નથી, પરંતુ ખેડૂતોની મહેનત, ખેતીની આવક અને લોકોની જળસુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. હવે સિંચાઈ વિભાગ જાગશે ખરો? કેનાલની મરામત ક્યારે થશે? અને ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે જવાબદાર અધિકારીઓ ક્યારે પગલાં ભરશે? આ સવાલોના જવાબની રાહમાં આનંદીના મુવાડા સહિતના ખેડૂતોની નજર હવે તંત્ર પર ટકેલી છે.
