વડોદરા ખાતે તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરાની મુલાકાતે આવવાના હોય તે અનુસંધાને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (SGSU), ખાતે તા. ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ “‘યૂથ એન્ડ સ્પોર્ટ્સ – બિલ્ડિંગ અ સ્પોર્ટિંગ ઈન્ડિયા” વિષય પર એક દિવસીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ૪૫૦થી વધુ સહભાગીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કોન્કલેવમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ, ખેલાડીઓ, કોચીસ, સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર અને એક્સપર્ટ દ્વારા યુથ અને સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ વિકાસ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો.

ઉદ્ઘાટન સમારોહમાં કેતનભાઈ ઇનામદાર ધારાસભ્ય સાવલી, બ્રિજેશ પટેલ સેક્રેટરી બી.જે.પી. વડોદરા, અર્પણ ભટ્ટ પ્રમુખ બી.જે.વાય.એમ. , ડૉ. મનીષ રાવલ, કુલપતિ, એસ.જી.એસ.યુ., મનહર દેસાઈ, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર; ડૉ. એ. કે. બંસલ, કીનોટ સ્પીકર અને ડૉ. ઉત્સવ ચાવરે, એક્સપર્ટ સ્પીકર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. યજુવેન્દ્રસિંહ જેઠવા, હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ, દ્વારા શાબ્દિક સ્વાગત કરી કોન્ક્લેવની થીમ, હેતુ અને ઉદ્દેશ્યોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો.
કોન્કલેવમાં ડૉ. એ. કે. બંસલે “પ્રતિભાથી વિજય સુધી: રમતગમતની શ્રેષ્ઠતા વિકસાવવામાં ગુજરાતના સ્પોર્ટ્સ ઓથોરિટીની ભૂમિકા” વિષય પર કીનોટ એડ્રેસ આપ્યું, જેમાં ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન, વૈજ્ઞાનિક મૂલ્યાંકન, કોચિંગ અને ખેલાડી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ડૉ. ઉત્સવ ચાવરેએ પાયાના સ્તરે રમતગમતના વિકાસ માટે AI અને ટેકનોલોજી-સંચાલિત અભિગમો દ્વારા પ્રતિભા ઓળખ અંગે ટેકનિકલ સેશન દ્વારા સ્પોર્ટ્સ ડેવલપમેન્ટમાં ટેકનોલોજીની ભૂમિકા સમજાવી.

વધુમાં, પેનલ ડિસ્કશન દરમ્યાન વિસ્મય વ્યાસ, પવન રાય અને નેહલ રામાણીએ ગ્રાસરૂટ્સ સ્પોર્ટ્સ, યુવા સહભાગિતા, ટેલેન્ટ ડેવલપમેન્ટ, એથ્લીટ પાથવે, સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશન, કોમ્પિટિશન એક્સપોઝર ચર્ચા કરી. પેનલ ડિસ્કશન બાદ ડૉ. રવિન્દ્ર સિંગ રાજપૂરોહિત, હેડ – ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ્ડ ટ્રેનિંગ એન્ડ કોચિંગ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન થયેલી ચર્ચાઓના મુખ્ય મુદ્દાઓ સાથે કોન્ક્લેવનો સંક્ષિપ્ત સારાંશ રજૂ કરવામાં આવ્યો હતો .
* રમતગમત ક્ષેત્રે ભારતને વધુ મજબૂત બનાવવાના મુદ્દે નિષ્ણાતો દ્વારા મહત્વપૂર્ણ વિષયો પર મંથન

