સાવલી તાલુકાના રાણીયા ગામે 80થી વધુ સરપંચો 16 માં નાણાપંચ ની ગાઇડ લાઇન ના વિરોધ માં સંમેલન યોજાયું હતું અને સરકારની નીતિ નો વિરોધ કરી ગાંધીનગર ખાતે રજૂઆત કરી ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી
સાવલી તાલુકાના રાણીયા ગામે ખાનગી જગ્યામાં તાલુકાની નાની-મોટી ગ્રામ પંચાયતોના 80થી વધુ સરપંચોનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો એકત્રિત થયા હતા. આ સંમેલન બાબતે રોહિત ધનજી ભાઈ શનાભાઈ વાંકાનેર મહિલા સરપંચ ના પતિ એ જણાવ્યું હતું કે આ મિટિંગ નો મુખ્ય હેતુ 16 માં નાણાપંચમાં સરકારની ગાઈડ લાઈન નો વિરોધ કરી અસંતોષ વ્યક્ત કર્યો હતો જેમાં મુખ્યત્વે 14 માં નાણાપંચમાં ગ્રામ પંચાયત ખાતે બે તબક્કામાં ગ્રાન્ટ આવતી હતી જ્યારે 15માં નાણાપંચમાં ચાર તબક્કે આવતી હતી જ્યારે 16 માં નાણાપંચમાં ટેન્ડરિંગ કરવાની સરકારે જોગવાઈ કરી છે જેના પગલે વિકાસની ગતિને બ્રેક વાગશે પાંચ લાખ થી ઉપરની રકમના વિકાસના કામ માટે ટેન્ડર કરવાની નવી જોગવાઈ કરવામાં આવી છે તેના પગલે બહારની એજન્સીઓ મન ફાવે તેમ કામ કરશે અને સ્થાનિકોનો રોજગાર છીનવાઈ જશે અને આ બાબતે અમે 16 માં નાણાપંચનો વિરોધ કરીને એસ ડી એમ ટી ડી ઓ ધારાસભ્ય સહિતને રજૂઆત કરીને આવનાર સમયમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે જોકે, સંમેલન દરમિયાન મહિલા સરપંચોની જગ્યાએ તેમના પતિઓ વધુ જોવા મળતા ચર્ચા જાગી હતી.

રાણીયા ગામે યોજાયેલ સંમેલન માં રાજ્ય સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે મોટાભાગની ભાજપ સમર્થક પંચાયતો ના સરપંચો અને અને સરપંચ પતિ ઓ હાજર રહ્યા હતા જ્યારે ભાજપના કટ્ટર સમર્થકો એ સરકારની નીતિ નો જાહેરમાં વિરોધ નો રાગ આલાપતા વિરોધપક્ષ ભારે ગેલમાં આવી ગયો હતો જ્યારે આ સંમેલનમાં કેટલાક ભાજપ ના ચાલુ અને માજી હોદ્દેદારો એ હાજર રહીને સરકાર વિરુદ્ધ સૂર ફૂંક્યો છે
સાથે સાથે આ સંમેલનમાં નોંધપાત્ર બાબત સામે આવી હતી કે મહિલા અનામત બેઠકો પરથી ચૂંટાયેલા સરપંચોની જગ્યાએ તેમના પતિઓની હાજરી જોવા મળી હતી અને સરપંચ સંમેલનમાં એક પણ મહિલા સરપંચની હાજરી જોવા મળી ન હતી તે બાબતે ભારે ચર્ચા જગાવી છે
* સરપંચ સંમેલનમાં ‘સરપંચ પતિ’ની હાજરી ચર્ચામાં, એકપણ મહિલા સરપંચ નજરે ન પડી

