અવધ એક્સપ્રેસ | પંચમહાલ
સાત્વિક સત્સંગ અને સંસ્કારથી માનવતાની મહેક મનુષ્ય જીવનને મહેંકતી કરે છે – પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શહેરા, ગોધરા, મોરવાહડફ તાલુકામાં યોજાયેલ પંચમ દિવસીય કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર જેવા કે ધાંધલપુર, મોરડુંગરા અને વાધજીપુર ખાતેના મંદિરોમાં પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની પારાયણ, મહાપૂજા, અન્નકૂટ, આરતી વિગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા.

ભારત એકતા દિવસે અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧ મી જયંતિએ પ્રેમાંજલી અર્પણ કરવામાં આવી હતી. પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષોના જતન કરવા માટે હિમાયત કરવામાં આવી હતી. ઋતુઓના પરિવર્તનના કારણે જગતનો તાત એવા ખેડુતભાઈઓ પણ પરેશાન હોય તેમજ કુદરતી પ્રકોપનો ભોગ બનેલાઓ માટે હિંમત અર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી અને પ્રાર્થના એ એક અકસીર ઉપાય છે.

પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, સાત્વિક સત્સંગ અને સંસ્કારથી માનવતાની મહેક મનુષ્યના જીવનને મહેંકતી કરે છે. જેમ કે રક્ષીશું જળ, જમીન અને જંગલ તો મનુષ્ય જીવન રહેશે સદા મંગલ. વહેમ, વ્યસન અને વેરઝેરથી દૂર રહી પરિવારમાં સાત્વિક કારણ સત્સંગથી સુવાસ સદૈવ પ્રસરતી રહે તે માટે હાકલ કરી હતી તેમ મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી
