અમદાવાદ,
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ દોડમાં એકતા, અખંડિતતા, ભાઈચારો અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે લીલી ઝંડી બતાવી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સરદાર પટેલના દેશની એકતા માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. દોડના માધ્યમથી નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા અને સામૂહિક જવાબદારીની ભાવના મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
‘રન ફોર યુનિટી’ માત્ર શારીરિક દોડ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ એક વિશેષ સંદેશ જોડાયેલો છે. દેશના તમામ નાગરિકો વચ્ચે એકતા, ભાઈચારો અને પરસ્પર સન્માનની ભાવના જળવાઈ રહે તે આ આયોજનનો મુખ્ય હેતુ છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશના વિવિધ રજવાડાંઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી.
તેમના આ યોગદાનને યાદ કરીને એકતાના સંકલ્પને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ આયોજન મારફતે સમાજમાં રાષ્ટ્રીય ગૌરવ અને દેશપ્રેમની ભાવનાને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ તથા સહભાગિતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પણ આ કાર્યક્રમનો આશય રહ્યો હતો.
સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે વિવિધ સ્થળોએ એકતા માર્ચ, દોડ અને અન્ય કાર્યક્રમો યોજીને સરદાર પટેલના વિચારોને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસની આ Run for Unity દ્વારા સરદાર પટેલના એકતા અને અખંડિતતાના સંદેશને ફરી એકવાર યાદ કરવામાં આવ્યો હતો. ‘અમદાવાદ શહેર પોલીસ તમારી સાથે – તમારી માટે’ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતાની ભાવનાને સમર્પિત રહ્યો હતો.
