“સ્વાર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના દિવસે જ પરિણામની ઐતિહાસિક પહેલ”
“વિદ્યાર્થી લક્ષી પારદર્શક, ઝડપી અને પેપર લીકપ્રૂફ સિસ્ટમ સાથે સ્વાર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાનું આયોજન”
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ, સ્વાર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી. પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન તા. ૩૧-૦૭-૨૦૨૬ ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે. શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓને ઝડપી અને પારદર્શક પ્રક્રિયા મળી રહે તે હેતુથી પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના દિવસે જ પરિણામની ઐતિહાસિક પહેલ અને નવીન પહેલ કરવામાં આવી છે.
તા. ૩૧-૦૭-૨૦૨૬ ના રોજ જે દિવસે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે અને તે જ દિવસે પરીક્ષાનું પરિણામ પણ વેબસાઈટ જાહેર કરવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓને પરિણામ માટે લાંબો સમય રાહ જોવી નહીં પડે અને પ્રવેશ પ્રક્રિયા પારદર્શક, ઝડપી અને સુગમ બનશે. આ પ્રકારની દેશની રમતગમત યુનિવર્સિટીમાં સૌ પ્રથમ વખત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ, સ્વાર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે.
પરીક્ષા પ્રક્રિયામાં પરીક્ષાની, મૂલ્યાંકનની અને પરિણામની પૂરી કાળજી સાથે આયોજીત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થી હિતને સર્વોપરી રાખીને પરીક્ષા પેપર લીક ન થાય તે માટે સંપૂર્ણ ગોપનીયતા સાથે લીકપ્રૂફ સિસ્ટમ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા QR કોડ સાથેની હોલ ટિકિટ તૈયાર કરીને વેબસાઈટ પર ૨૯-૦૭-૨૦૨૬ ના રોજ વિદ્યાર્થીઓ માટે અપલોડ કરવામાં આવી છે. હોલ ટિકિટમાં યુનિવર્સિટી બ્લોક સુધીનું લોકેશન પણ સામેલ કરવામાં આવ્યું છે, જેથી પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં સરળતા રહે. ડાયરેક્ટર ડૉ. પુનીતભાઈ તેરૈયાએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ શૈક્ષણિક પ્રક્રિયાઓને સરળ અને પારદર્શક બનાવવા માટે યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ રહેશે. ઉમેદવારોએ વધારે વિગત માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટની https://sgsu.gujarat.gov.in/ મુલાકાત લેવા જણાવાયું છે.
ગુજરાત સરકારના નિર્દેશાનુસાર અને કુલપતિ ડૉ. મનીષભાઈ રાવલના આદેશાનુસાર પરિક્ષાની સમગ્ર કામગીરી પરીક્ષા નિયામક ડૉ. નિશાંતભાઈ ઓઝા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલના ડાયરેક્ટર ડૉ. પુનીતભાઈ તેરૈયા, ડૉ. પાલાભાઈ કારિયા, ડૉ. મીતાબેન વ્યાસ, ડૉ. મનહર રાઠવા, જીતેન્દ્રભાઈ ડાંગી, હિતભાઈ ચૌધરી અને દીવ્યરાજસિંહ વનાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
