(મયુર જાની)
કાલોલ ના સડક ફળીયા વિસ્તાર મા આવેલા ઝહીર બેલીમ ના રહેણાંક મકાન મા આવેલ એક ઓરડી મા ગૌવંશો ના કત્લ ના ગેરકાયદે વ્યાપારો નુ ધમધમતુ કતલખાનુ ચાલી રહયુ હોવાની અતિ સંવેદનશીલ ગુપ્ત બાતમી ના આધારે કાલોલ ના પી.આઇ.આર.ડી.ભરવાડ દવારા પોલીસ તંત્ર ના ચુંનદા ટીમ ના કાફલા ને સાથે રાખી ને રહેણાંક મકાન મા ગૌ•વંશો ની કત્લ ના ચાલતા અત્યાર સુધી ના સૌથી મોટા કતલખાના ને ઝડપી પાડી ને ક્રૂર કસાઈઓ ના કરતુકો નો હિંમતપૂર્વક પર્દાફાશ કરી ને ૧૮ મહીલાઓ સમેત ૨૨ આરોપીઓ ની ઘેરાબંધી કરી ને ધરપકડો કરી હતી.અને રહેણાંક વિસ્તાર મા ચાલતા આ ગેરકાયદે કતલખાના માંથી ૧૩ ગૌ•વંશો ના જીવ બચાવી ને મુક્ત કરાયા હતા. કાલોલ પોલીસ તંત્ર ની આ અભૂતપૂર્વ ફરજો ને લઈ ને આજરોજ કાલોલ પંથક ના સામાજીક અગ્રણીઓ જાગૃત પ્રજાજનો દવારા કાલોલ પોલીસ મથક ની મુલાકાતે આવેલા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હરેશ દુધાત,કાલોલ ના ડી.વાય.એસ.પી. નવીન આહીર અને મુખ્યત્વે કાલોલ ના પી.આઇ.આર.ડી.ભરવાડ અને તેઓની ઝાંબાઝ ટીમ ના કર્મચારીઓ નુ હર્ષભેર પુષ્પવર્ષા થી સ્વાગત કરી ને ગૌ•વંશો ને બચાવવાની અને કસાઈઓ વિરુધ્ધ કરેલ સખ્ત કાર્યવાહીઓ ને હૃદય સભર બીરદાવી ને પોલીસ તંત્ર ની પ્રશંસાઓ કરી હતી.જ્યારે કાલોલ પંથક ના અગ્રણીઓ દવારા સડક ફળીયા માંથી ગૌ•વંશો ના ઝડપાયેલા કતલખાના ના કસૂરવાર આરોપીઓ સામે સખ્ત કાર્યવાહીઓ હાથ ધરો અને ગૌ•વંશો ના જીવો બચાવવા માટે અનુરોધ કરતુ આવેદનપત્ર કાલોલ ખાતે આવેલ પંચમહાલ પોલીસ અધિક્ષક ડો હરેશ દુધાત અને કાલોલ મામલતદાર ને સુપ્રત કર્યું હતુ.

જોકે, સામાજિક આગેવાનોએ આવેદનપત્રમાં ચિંતા વ્યક્ત કરી છે કે તાલુકામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. કાલોલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે કતલખાનાઓ સક્રિય હોવાની આશંકા વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં મુખ્યત્વે પકડાયેલા આરોપીઓ સામે ‘ગુજરાત ગૌવંશ હત્યા પ્રતિબંધ અધિનિયમ-2011’ હેઠળ કડકમાં કડક સજા કરવામાં આવે, ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તેવા મકાનોને સીલ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમજ કાલોલ તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ચાલતા તમામ ગેરકાયદે કતલખાનાઓ સામે વિજિલન્સ તપાસ હાથ ધરી તેમને કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ અભિયાન ચલાવવા અને તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈ કડક અમલવારી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
