BRC ભવન લીમખેડા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાના માર્ગદર્શન હેઠળ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા તાલુકા આયોજિત વાર્ષિક સાધારણ સભા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાના અધ્યક્ષ દેશીંગભાઈ તડવી ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા તાલુકાની વાર્ષિક સાધારણ સભામાં વર્તમના તાલુકા કારોબારી ટીમને ત્રણ વર્ષ પૂર્ણ થતા ટીમને બરખાસ્ત કરીને નવીન કારોબારી ટીમની ઘોષણા જિલ્લા સંગઠનમંત્રી કિશનભાઈ કોળી દ્વારા કરવામાં આવી હતી.તાલુકા અધ્યક્ષ તરીકે દીપસિંગભાઈ પટેલ,મહામંત્રી હિમાંશુભાઇ પટેલ,સંગઠનમંત્રી ફતેસિંહ બારીઆ,સિનિયર ઉપાધ્યક્ષ સોમસિંહ કટારા,કોષાધ્યક્ષ અશોકભાઈ વર્મા,મહિલા ઉપાધ્યક્ષ કૃતિબેન માંજરવાલા સહિત 23 જેટલા મહત્વના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી.સાથે રાજ્ય કારોબારી સભ્ય તરીકે મેહુલભાઈ પી ડાંગી અને મહેશભાઈ જે પટેલની વરણી કરવામાં આવી.
લીમખેડા તાલુકાના વિવિધ પગાર કેન્દ્રોમાંથી જિલ્લા પ્રતિનિધિ સભ્યોની વરણી કરવામાં આવી હતી.
આજરોજ HTAT સંવર્ગ અંતર્ગત તાલુકા કારોબારીના મહત્વના હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં તાલુકા અધ્યક્ષ તરીકે ઉદેસિંહ જે પટેલ,મહામંત્રી પર્વતભાઈ એસ ચૌહાણ તથા સંગઠન મંત્રી તરીકે બાબુભાઈ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી હતી.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા તાલુકાની વાર્ષિક સાધારણ સભામાં મધ્ય સંભાગના સંગઠનમંત્રી યોગેશભાઈ પટેલ,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાના વાલી અશ્વિનભાઈ પટેલ,મધ્ય સંભાગ સહ સંગઠનમંત્રી દીપકભાઈ આમલીયાર,જિલ્લા મહામંત્રી કાલિદાસભાઈ પટેલ,જિલ્લા સિનિયર ઉપાધ્યક્ષ જનકભાઈ પટેલ,જિલ્લા કોષાધ્યક્ષ શનુભાઈ ભાભોર,જિલ્લા ઉપાધ્યક્ષ રાકેશભાઇ બારીઆ,માધ્યમિક સંવર્ગ મહામંત્રી વિપુલભાઈ રાવત,સીંગવડ તાલુકા ટીમના નવીન વેરાયેલા મહામંત્રી પંકજભાઈ પટેલ,દેવગઢ બારીયા ટીમમાંથી ઉપાધ્યક્ષ ગુલાબભાઈ બારીઆ,મીડિયા સંયોજક ભાવિકભાઈ દવે સહિત તાલુકામાંથી શિક્ષક ભાઈઓ,HTAT સારસ્વત ભાઈઓ,મીડિયા કર્મીઓ સહિત તાલુકા ટીમના સભ્યો,જિલ્લા ટીમના સભ્યો હાજર રહ્યા હતા.નવીન તાલુકા કારોબારી ટીમના સૌ સારસ્વત ભાઈ બહેનોને અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.નવીન ટીમના સૌ હોદ્દેદારોને ફુલહાર પહેરાવી તથા પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું..
