પ્રતિભા રજૂ કરવાની તક
મેરા યુવા ભારત (MY Bharat) અને યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત “વિકસિત ભારત ક્વિઝ 2027” માં દેશભરના યુવાનોને ઉત્સાહભેર ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. આ ક્વિઝનો મુખ્ય હેતુ 15 થી 29 વર્ષના યુવાનોને રાષ્ટ્ર નિર્માણ, નેતૃત્વ, નવાચાર અને સર્જનાત્મક વિચારસરણી સાથે જોડવાનો છે.
રાષ્ટ્રીય યુવા મહોત્સવના અવસર પર યોજાતી આ સ્પર્ધા પાંચ તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં ક્વિઝ, બીજા તબક્કામાં નિબંધ લેખન, ત્રીજા તબક્કામાં જિલ્લા સ્તરીય પ્રસ્તુતિકરણ, ચોથા તબક્કામાં રાજ્ય સ્તરીય યુવા સંવાદ અને અંતિમ તબક્કામાં રાષ્ટ્રીય સ્તરે સંવાદનો સમાવેશ થાય છે.
સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુવાનોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સમક્ષ પોતાના વિચારો રજૂ કરવાની વિશેષ તક મળશે. સાથે જ યુવાનોને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવા, રાષ્ટ્ર વિકાસ માટેના વિચારો રજૂ કરવા અને “વિકસિત ભારત 2047”ના સ્વપ્નને સાકાર બનાવવા માટે યોગદાન આપવાનો અવસર પ્રાપ્ત થશે.

આ સ્પર્ધામાં ભાગ લેવો સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. વધુ માહિતી, નિયમો અને ઓનલાઈન નોંધણી માટે યુવાનોને MY Bharat પોર્ટલ પર મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે.
જિલ્લા યુવા અધિકારી કુમારી સ્નેહા પ્રજાપતએ જણાવ્યું હતું કે, “દાહોદ જિલ્લાના વધુમાં વધુ યુવાનો આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની પ્રતિભા અને વિચારોને રાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડે. વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે.”
નોંધણી માટે:
MY Bharat Portal
https://share.google/MqF0NeCFIcAEjWEUN
કુમારી સ્નેહા પ્રજાપત
જિલ્લા યુવા અધિકારી
મેરા યુવા ભારત (MY Bharat), દાહોદ
