દેવગઢ બારીઆ સરકારી હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રિક્ટ રેસિડેન્સી પ્રોગ્રામ અંતર્ગત ૮ વિદ્યાર્થીઓની નિમણૂંક કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને નોકરી દરમિયાન હેરાન પરેશાન નહિ કરવાના સારી જગ્યાએ ડ્યુટી ફાળવવા માટે દેવગઢ બારીઆની જે.એસ.ચૌહાણ સરકારી હોસ્પિટલ ના તબીબી અધિક્ષક ડો. રહીમ ઈબ્રાહીમ મેમણ દ્વારા એક વિદ્યાર્થી ₹ ૫ હજાર એટલે કે ૮ વિદ્યાર્થીઓ પાસેથી ₹ ૪૦ હજાર લાંચના નાણાં ની ખુલ્લેઆમ માંગણી કરતા ડિસ્ટ્રિક્ટ રેસિડન્સી પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય સેવાઓ કરવા આવેલા આ વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા અને આરોગ્ય ધામમાં વિદ્યાર્થીઓ ને ભય નો સંદેશ આપીને લાંચ ના નાણાં ખંખેરવાનો બદ ઈરાદો ધરાવતા સરકારી હોસ્પિટના વર્ગ ૧ કક્ષાના તબીબી અધિક્ષક ડો.રહીમ મેમણના લાંચ ના ઉઘરાણા સંદર્ભમાં ગાંધીનગર એ.સી.બી.એકમ સમક્ષ રજૂઆત કરાઈ હતી.
આ રજૂઆત ના પગલે ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ના પી.આઈ.એસ.એમ.લાસન ની ટીમ દ્વારા આજરોજ દેવગઢ બારીઆ સરકારી હોસ્પિટલ ખાતે ગુપ્તરાહે છટકા નું આયોજન કરાયું હતુ. એમા સરકારી હોસ્પિટલ ના કેમ્પસ માં આવેલ સરકારી સ્ટાફ કવાટર્સ માં આ સરકારી હોસ્પિટલ ના તબીબી અધિક્ષક ડો.રહીમ મેમણ દ્વારા ફરીયાદી પાસે થી ૪૦ હજાર રૂપિયા ની લાંચ લેતા વેંત જ ગાંધીનગર એ.સી.બી. ટીમે લાંચીયા ડો.રહીમ મેમણ ને રંગેહાથ ઝડપી પાડતા દે.બારીઆ ના આ સરકારી હોસ્પિટલ ના આરોગ્ય ધામ માં ભારે ખડભડાટ પ્રસરી જવા પામ્યો હતો.
ACBના જણાવ્યા મુજબ, જે.એસ. ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલ, દેવગઢ બારિયા ખાતે ડિસ્ટ્રિક્ટ રેસિડેન્સી પ્રોગ્રામ (DRP) હેઠળ કુલ 8 વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા તેમજ નોકરી દરમિયાન હેરાન નહીં કરવા માટે આરોપીએ પ્રતિ વિદ્યાર્થી રૂ.5 હજાર લેખે કુલ રૂ.40 હજારની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે. ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 5 ઓક્ટોબર, 2026ના રોજ દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે ગોઠવાયેલા છટકા દરમિયાન આરોપી ડો. રહીમભાઈ મેમણે ફરિયાદી પાસેથી રૂ.40 હજારની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે આરોપીને ઝડપી લીધો હતો અને તેમની પાસેથી રૂ.40 હજારની રકમ રિકવર કરવામાં આવી હતી. આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. લાસન દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન મદદનીશ નિયામક એ.કે. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અમદાવાદના નાયબ નિયામક હરેશ મેવાડા ઇન્ચાર્જ અધિકારી તરીકે રહ્યા હતા. આ મામલે ACB દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
