દે.બારીઆ ના ભા.જ.પ.ના ધારાસભ્ય બચુભાઈ ખાબડે દે.બારીઆ પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ ને એક ફોન કરી ને પાલિકા નુ ફાયર ફાઈટર પોતાના વતન પીપેરો ખાતે બોલાવી ને પોતાના વૈભવી આવાસ ને પાણી ના ફુવારા થી સ્વચ્છ કરાવવાના ઉભા થયેલા આ વિવાદીત પ્રકરણ મા દે.બારીઆ ના કોંગ્રેસ ના અગ્રણી કાર્યકરો દવારા દે.બારીઆ ન.પાલિકા ના ચીફ વૈશાલીબેન નિનામા સમક્ષ વિરોધ વ્યક્ત કરી ને દે.બારીઆ ન.પાલિકા નુ ફાયર ફાઈટર પોતાના વૈભવી આવાસ ને ધોઈ ને સાફ કરવા માટે મંગાવનારા ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને મોકલનારા પ્રમુખ ધર્મેશ કલાલ સામે કાયદેસર કાર્યવાહીઓ જો સત્વરે નહી કરવામા આવે તો આ મુદ્દે આગામી દિવસો મા ઉગ્ર વિરોધ કરવામા આવશે ની ચીમકીઓ ઉચ્ચારતા આ મામલો વધુ ગરમાશે એવા સંકેતો દેખાઈ રહયા છે.જો કે દે.બારીઆ ના ધારાસભ્ય બચુભાઈ ખાબડ દવારા “ફેંક ફાયર કોલ” કરી ને દે.બારીઆ પાલિકા ના ફાયર ફાઈટર ની ટીમ ને અંદાઝે ૩૦ કી.મી. દૂર પોતાના પીપેરો ગામે બોલાવી ને પોતાના મકાન ની પાણી ના ફુવારા સાથે સફાઈ કરાવ્યા બાદ ઉભા થયેલા વિવાદો ને શાંત કરવા માટે પોતાના પુત્ર બળવંત ખાબડ ના નામે ૨૭૦૦ રૂપિયા નો દંડ ભરપાઈ ની પાવતી બનાવી છે આ દંડ ની રકમ ની વસૂલી કાયદા ને આધીન કે અનુરૂપ નહી વિવાદો ને શાંત કરવાના આ વધુ એક રાજકીય પ્રયાસો મા કરાઈ હોવાનુ કહેવાય છે.
દે.બારીઆ ફાયર વિભાગ ના ઓફિસરે પાલિકા મા કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે ૧ કી.મી.૪૫ રૂપિયા નાણાંકીય લેખે ૨૭૦૦ રૂપિયા નાણાંકીય દંડ વસૂલ કર્યો હોવાનુ જણાવે છે પરંતુ દે.બારીઆ પાલિકા ની સામાન્ય સભા મા ભૂતકાળ મા કરવામા આવેલા ઠરાવ મા દે.બારીઆ પાલિકા નુ ફાયર ફાઈટર નગર ને છોડી ને બહાર એટલે કે બહાર ના અન્ય ગામો કે નગર મા આગ ને કાબુ મા લેવા જાય તો જે તે અરજદારો પાસે થી ૧ કી.મી.ના ૪૫ રૂપિયા લેખે સર્વિસ ચાર્જ ના વસૂલ કરતો ઠરાવ કરાયો હતો. પરંતુ દે.બારીઆ ભા.જ.પ.ના ધારાસભ્ય બચુભાઈ ખાબડે પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ ને બારોબાર ફોન કરી ને કોઈપણ કારણ જણાવ્યા વગર દે.બારીઆ પાલિકા નુ ફાયર ફાઈટર પીપેરો ગામે પોતાના ઘરે મોકલી આપવાના ફરમાનો કર્યા અને દે.બારીઆ ન.પાલિકા ના પ્રમુખ ધર્મેશ કલાલે ધારાસભ્ય ના આ ફરમાનો સામે પાલિકા ફાયર વિભાગ ના ઓફિસર ને આદેશ કરી ને ફાયર ફાઈટર ને પીપેરો ગામે ધારાસભ્ય બચુભાઈ ખાબડ ના ઘર આંગણે મોકલ્યુ અને ફાયર ફાઈટર ની ટીમ ને વૈભવી મકાન ને પાણી ના ફુવારા થી ધોઈ ને સ્વચ્છ બનાવવાના આદેશો કરાયા આ સામે ઉભા થયેલા વિવાદો ને શાંત કરવા માટે ધારાસભ્ય ના પુત્ર ને ૨૭૦૦ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો હોવાના ખોંખારાઓ ભલે કરાય છે પરંતુ આ ૨૭૦૦ રૂપિયા ના આ દંડ વસૂલ કરતી દે.બારીઆ ન.પાલિકા ની આ પહોંચ “ફેંક ફાયર કોલ” ના બનાવ મા એક મજબૂત અને મહત્વ નો દસ્તાવેજી પુરાવા તરીકે બહાર આવ્યો છે. એમા દે.બારીઆ પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ તો છટકી જશે પરંતુ ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને તેઓના પુત્ર બળવંત માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે એમ છે. દે.બારીઆ પાલિકા ના ફાયર ફાઈટર અંગત સ્વાર્થ ખાતર કરવામાં આવેલા દુરઉપયોગ સામે કોંગ્રેસ આક્રમક બને કે ના બને પરંતુ દે.બારીઆ ના પ્રજાજોગ સંદેશ માટે ચીફ ઓફિસર દવારા આ “ફેંક ફાયર કોલ” ના બહાર આવેલા જાહેર તમાશાઓ સામે કાયદેસર કાર્યવાહીઓ ના આદેશો કરવા જરૂરી છે નહીતર કોઈપણ રહીશો નાણાંકીય દંડ ચૂકવવાની તૈયારીઓ સાથે કોલ કરી ને ફાયર ફાઈટર મંગાવ્યા બાદ અમારા ઘરો ને પણ પાણી થી ધોઈ ને સ્વચ્છ કરી આપો ની પરંપરાઓ શરૂ કરશે તો? ની કટાક્ષભરી ચર્ચાઓ શરૂ થવા પામી છે.
