અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી ભીમ આર્મી દ્વારા બનાસકાંઠા જિલ્લા ના પ્રભારી તરીકે ઓળખ આપતા ધવલ દવેની વિવાદિત પોસ્ટ સામે ભીમ આર્મીના કાર્યકરોનો વિરોધ નોંધાવી સાવલી પોલીસ મથકે પહોંચીને લેખિત અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે
સાવલીમાં ભાજપ નેતા ધવલ દવેની સોશિયલ મીડિયા પરની કથિત વિવાદિત પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. પોસ્ટને લઈને ભીમ આર્મીના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવી સાવલી પોલીસ મથક ખાતે પહોંચી લેખિત અરજી કરવામાં આવી હતી.

ભીમ આર્મીના કાર્યકરોના આક્ષેપ મુજબ, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કથિત વિવાદિત પોસ્ટથી મુસ્લિમ તેમજ દલિત સમાજની લાગણી દુભાઈ છે. જેને લઈને કાર્યકરોએ પોસ્ટ અંગે સાવલી પોલીસ સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અને ધવલ દવે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કડક કાર્યવાહી કરવાની સાવલી પોલીસ ઇન્સ્પેક્ટરને માંગ કરતી લેખિત અરજી પાઠવી છે
અરજી માં કરવામાં આવેલ આક્ષેપ મુજબ ધવલ દવે ભાજપ સાથે સંકળાયેલા નેતા છે અને તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર તેઓ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી તરીકે ઓળખ આપે છે. હાલ સમગ્ર મામલે વિવાદિત પોસ્ટને લઈને સાવલી પોલીસ મથક સુધી મામલો પહોંચ્યો છે

