અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવતા પાલડી ગામની સીમમાં પસાર થતાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભુલા પડેલા દંપત્તિની કાર ગોધરા તરફથી રોંગ સાઈડમાં આવી ને પોતાની લાઈનમાં ચાલતી કાર સાથે અકસ્માત કરતા પતિ પત્નીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજ્તા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે
મંજુસર પોલીસ મથકે ફરિયાદી મુકેશભાઈ કાળુભાઈ બોઘરા રહે હરે કૃષ્ણ બંગલો પેડર રોડ વરાછા સુરત નાઓએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે પોતે પોતાની ઇનોવા કાર નંબર જી જે 05 જે વી 8145 લઈને દિલ્હી જઈ રહયા હતા ત્યારે સામેથી ગોધરા તરફ થી રોંગ સાઇડ ઉપર આવતી જી જે 04 સી જે 9895 નંબરના ચાલકે પાલડી ગામની સીમમાં આવેલ દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે પર સામેથી ગોધરા તરફથી પુરઝડપે રોંગ સાઇડ પર આવીને અથાડી હતી તેના પગલે ઇનોવા કારમાં સવાર ત્રણ ઈસમોને ઇજાઓ પહોંચાડી હતી જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે રોંગ સાઈડ પર આવેલી કારમાં સવાર (૧) મગનભાઈ ભીમજીભાઇ વાવીયા તથા (૨) ભાનુબેન મગનભાઈ વાવીયા બંને પતિ પત્ની રહે ઘોઘા ગામ તા સાવરકુંડલા જી અમરેલી નું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નિપજ્યું હતું આ ગમખ્વાર અકસ્માત ના પગલે રોડ પર ભારે હૃદયદ્રાવ્યક દ્રશ્યો સર્જાયા હતા બનાવના પગલે મંજુસર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકના મૃતદેહ નો કબજો લઈને પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૃતક પરિવાર સાવરકુંડલા જઈ રહ્યો હતો પરંતુ વડોદર એક્સપ્રેસ હાઈવે થી રસ્તો ભૂલો પડ્યા હતા અને ભૂલથી તેઓની કાર દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા હતા જ્યાં ગોધરા નજીક જતા તેઓને રસ્તો ભૂલો પડ્યાનું માલુમ પડતા તેઓ ગોધરા થી રિટર્ન રોંગ સાઈડ પર પોતાની કાર હંકારીને પરત ફરી રહ્યા હતા તે વેળાએ સામેથી આવતી ઇનોવા કારને પૂર ઝડપે સામેથી આવી અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો મંજુસર પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે
