અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકામાં પોલીસ વિભાગ દ્વારા બે અલગ અલગ ઠેકાણે વાહનચેકીંગ દરમ્યાન મંજુસર પોલીસ હદ વિસ્તાર અને સાવલી પોલીસે હદ માં દરોડા પાડીને વિદેશી દારૂની 634 નંગ બોટલો સાથે કુલ પાંચ ઈસમોને બે કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 2,89,500 ના મુદ્દામાલ સાથે ઝડપીને જેલ ભેગા કરતા વિદેશી દારૂની હેરફેર કરતા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે
સાવલી તાલુકામાં મંજુસર પોલીસ મથક અને સાવલી પોલીસ મથકે બે અલગ અલગ બરોડા પાડીને વિદેશી દારૂની કરતા તત્વોને ઝડપી અને જેલ ભેગા કર્યા છે જેમાં મંજુસર પોલીસે ટુંડાવ સુભેલાઓ રોડ પર પસાર થતી કાર નંબર જી જે 06 પી સી ૧૩૦૪ ને બાદમીના આધારે રોકીને તપાસ કરતા વિદેશી દારૂની વિવિધ બોટલો 60 નંગ 8140 રૂપિયાની તેમજ ચાર નંગ મોબાઈલ ૧૮૦૦૦ તેમજ એક કાર ૧,૫૦૦૦૦ મળી કુલ ૧,૭૬,૧૪૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે ઝડપાયેલ ઈસમો (૧) અજયભાઈ બાબુભાઈ ચૌહાણ ( ર)મેહુલભાઈ મનુભાઈ ચૌહાણ (૩) મહેન્દ્ર સોમાભાઈ ચાવડા (૪)દિનેશ જયેશભાઈ પટેલ તમામ રહે કુનપાડ તા સાવલી ની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા છે પોલીસને પ્રાથમિક પૂછપરછમાં પંચમહાલ જિલ્લાના ચેલાવાડા ગામના મહેશ નામના ઈસમે આ માલ આપ્યો હોવાનું ખુલ્યું છે પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
જ્યારે સાવલી પોલીસ મથકની હદમાં મેવલી ગામની સીમમાં પસાર થતી કાર નંબર ૦૬ જી જે એફ ક્યુ ૭૩૦૭ ને રોકીને તપાસ કરતા ૫૭૬ નંગ વિદેશી દારૂની બોટલ ૬૩,૩૬૦ ના તથા કાર રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ ૧,૧૩,૩૬૦ ના મુદ્દા માલ સાથે (૧)ધનવીર ભાઈ ઉર્ફે વિપુલભાઈ વિજયસિંહ સોલંકી રહે છાલીયેર તા ડેસર ને ઝડપી ને જેલ ભેગા કર્યા છે
