અવધ એક્સપ્રેસ | વડોદરા
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામક કચેરી હસ્તકની યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર યુ.ઈ.બી, વડોદરા દ્વારા આજરોજ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બી.ઈ. મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, સિવિલ, એમ.કોમ., એમ.બી.એ. માર્કેટિંગ ની લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી ૩૫ વર્ષ સુધીના મહીલા અને પુરુષ ઉમેદવારોના આસિસ્ટન્ટ મેનેજર,સીનિયર એન્જિનિયર, એન્જિનિયર – સેલ્સ એન્ડ માર્કેટિંગ, ડિઝાઇન એન્જિનિયર, એન્જિનિયર,માર્કેટિંગ, સાઇટ એન્જિનિયર, પ્રોડક્શન એન્જિનિયર, પી.પી.સી. એન્જિનિયર, કસ્ટમર રિલેશન મેનેજર વગેરે જેવી ૫૦ જગ્યાઓ માટે એન્પે ટ્રાન્સફોર્મર પ્રા.લી, સાવલી, ગુજરાત ઇન્ફા પાઈપ પ્રા.લી કરજણ,પકોના એન્જીનીયર ઈન્ડિયા લી મકરપુરા, સ્ટીલ સ્મીથ કોન્ટીનેન્ટલ મેન્યુફેક્ચરિંગ પ્રા લી સાવલી, ઈઝી કેટર મકરપુરા જેવી ૦૫ નોકરીદાતાઓ હાજર રહીને ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા. જેમાં ૧૯ જેટલા ઉમેદવાર ઇન્ટરવ્યુ માટે હાજર રહયા હતા તેમાથી ૦૯ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરીને માસિક ૧૫ હજાર થી ૩૦ હજાર રૂપિયા પગાર સુધીના પેકેજની ઓફર કરવામાં આવી હતી.

ભરતી મેળામાં યુપીએઈબીના નાયબ વડા દ્વારા ઉમેદવારોને વિદેશમા રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઈગ્રેશન અંગે, પી.એમ ઈન્ટર્નશીપ, પી.એમ.એપ્રેંટિસશીપ, પી.એમ.વી.બી.આર યોજના તેમજ સ્વરોજગાર લોન-સહાય યોજના સ્ટાર્ટ અપ, સ્ટેન્ડપ યોજના તેમજ ફ્રી સ્કીલ વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ માટેની તકો, સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ ઓનલાઈન રોજગારી માટે અનુબંધમ અને એન.સી.એસ પોર્ટલના ઉપયોગ અંગે નિ:શુલ્ક કારકિર્દી માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
