કાલોલ ના કાંતોલ ગામે આવેલ સેટકો કંપની એ પચાવી પાડેલ પોતાની જમીન પરત મેળવવા માટે વિજયભાઈ વણકર દવારા છેલ્લા ત્રણ દિવસો થી પ્રતીક ઉપવાસ ના ધરણા શરૂ કરી ને ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન શરૂ કર્યું છે અને વિજયભાઈ વણકર ના સમર્થન મા સમાજ ના અગ્રણીઓ સાથે આવતા બીખલાઈ ગયેલ સેટકો કંપની ના સત્તાધીશો એ આ પ્રતીક ધરણા ના આંદોલન ને ઢાંકી દેવા માટે કર્મચારીઓ માટે રાખવામાં આવેલ લકઝરી બસો ની આડશો ઉભી કરી ને ઢાંક પિછોડો કરવાના પેતરાઓ કરતા વિજયભાઈ વણકર દવારા ટ્રાફીક ને અડચણ રૂપ મૂકવામાં આવેલ લકઝરી બસો અંગે જિલ્લા ટ્રાફીક પોલીસ ને જાણ કરતા ટ્રાફીક પોલીસ ની ટીમ કાંતોલ ખાતે દોડી આવી ને ટ્રાફીક ને અડચણ રૂપ મૂકવામાં આવેલ લકઝરી બસો સામે કાયદેસર કાર્યવાહી કરી ને મેમો આપવાનુ શરૂ કરતા લકઝરી બસો ને ફટાફટ રવાના થવાની ફરજો પડી હતી.
સેટકો કંપની પાસે પોતાની જમીન પરત મેળવવા માટે અરજદાર વિજયભાઈ વણકર દ્વારા શરૂ કરાયેલા પ્રતીક ઉપવાસ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા હતા. ઉપવાસ આંદોલનને ડામવા કે રૂકાવટ ઊભી કરવા માટે કંપની તંત્ર દ્વારા ઉપવાસના સ્થળે સ્ટાફને લાવવા-લઈ જતી લક્ઝરી બસો જાહેર રોડ પર પાર્ક કરી દેવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે વાહનો ખડકી દઈ ટ્રાફિક ને ભારે અડચણ ઊભી કરવામાં આવી રહી હતી.

આ અંગે અરજદાર વિજયભાઈ વણકર દ્વારા જિલ્લા ટ્રાફિક શાખામાં ટેલિફોનિક ફરિયાદ કરવામાં આવતા, ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે જાહેર રોડ પર અડચણરૂપ ઊભેલી કંપનીની લક્ઝરી બસો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મેમો ફાડ્યો હતો.
બીજી તરફ, અરજદારને થઈ રહેલા અન્યાય સામે અવાજ બુલંદ કરવા માટે આજે સાવલી તાલુકા માંથી અગ્રણી વકીલો તેમજ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપવાસના સ્થળે પહોંચ્યા હતા અને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
અરજદાર વિજયભાઈ વણકરે જણાવ્યું હતું કે, “અમારી વ્યાજબી માંગણીઓ છતાં કંપની તંત્ર દ્વારા કોઈ સકારાત્મક યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જો આગામી સમયમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો સમગ્ર મામલે ઉગ્ર રેલી યોજી સંબંધિત તંત્રને આવેદનપત્ર આપવાના જન આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે.”
