અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
ઘોઘંબા તાલુકાના ભોજપુરા ગામ ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જીવન અને રાષ્ટ્રસેવાના વિચારોને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઘોઘંબા ભાજપ સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર સહિત ભાજપના કાર્યકરો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ પંડિત દિનદયાલ ઉપાધ્યાયના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રનિર્માણના વિચારોને સ્મરણ કર્યા હતા.
જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ભોજપુરા ગામમાં દેશભક્તિ અને સંગઠનાત્મક એકતાનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત કાર્યકરો અને ગ્રામજનોએ પંડિત દિનદયાલ ઉપાધ્યાયના આદર્શો અને વિચારોને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
* ઘોઘંબા ભાજપ સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત
