અવધ એક્સપ્રેસ | ગોકુળ પંચાલ
ઘોઘંબા તાલુકાના પરોલી ગામે રામચરિત ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત વિધિ ભક્તિમય વાતાવરણમાં યોજાઈ હતી. આ પ્રસંગે પરોલી રામમંદિર બાંધકામ ના મંદિરના લાભાર્થી રાજેશભાઈ રયજીભાઈના હસ્તે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી.
ભૂમિપૂજન પહેલાં ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન પવિત્ર શિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ધાર્મિક વિધિ અંતર્ગત ઘઉંનો દોરો કરવામાં આવ્યો હતો.

આ ધાર્મિક પ્રસંગે વિક્રમદાસ મહારાજના સાનિધ્યમાં ભજન-સત્સંગના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ત્યારબાદ આરતી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પ્રસંગે ઘોઘંબા-હાલોલ મતવિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહીયા હતા સંબોધન કર્યું હતું. તેમણે મંદિર નિર્માણના આ ધાર્મિક પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રીરામ મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત પ્રસંગે પરોલી ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


