સાવલી તાલુકામાં અનંત ચતુર્દશી નિમિત્તે ભાવિક ભક્તોએ શ્રીજી નુ દસ દિવસ ભારે શ્રધ્ધા અને ભક્તિ ભાવથી પૂજા અર્ચના કર્યા બાદ ભારે હૈયે વિદાય આપી હતી સાવલી નગર તેમજ તાલુકામાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસ ભારે શ્રધ્ધા પૂર્વક આરતી પ્રસાદ વિવિધ ભોગ ધરાવીને ભક્તિ કરવામાં આવી હતી અને આજરોજ વિસર્જન કરવામાં આવ્યા હતા ડીજેના તાલે નીકળેલી ભવ્ય વિસર્જન યાત્રા નગરની 30થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું
સાવલી નગરમાં અનંત ચતુર્દશીના પાવન પર્વે ગણેશજીની પ્રતિમાઓનું ભક્તિભાવ અને ભારે મનથી વિસર્જન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે તથા ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે નીકળેલી ભવ્ય વિસર્જન યાત્રા સાવલી નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દામાજીના ડેરા નજીક આવેલા તળાવ ખાતે પહોંચી હતી.
તળાવ ખાતે સાવલી નગરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત 30થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું સામૂહિક રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને ગણેશજીના ભાવિકો જોડાયા હતા. યાત્રા દરમિયાન ગુલાલની છોળો અને પુષ્પવર્ષા વચ્ચે ભક્તિમય માહોલ સર્જાયો હતો.
ગણેશ વિસર્જનને લઈને સાવલી પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નગરના વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાવલી PI સહિત પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વિસર્જન યાત્રા દરમિયાન તકેદારી રાખવામાં આવી હતી, જેના પગલે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

