અવધ એક્સપ્રેસ | દેવગઢ બારીઆ
ભારત સરકાર યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત દાહોદ અને સયુંક્ત ઉપક્રમે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે એસ એન કડકિયા હાઇસ્કુલ કાળીડુંગરી તાલુકો દેવગઢ બારીયા જી.દાહોદ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો આચાર્ય ડી.કે ચૌહાણ શાળાના સમગ્ર સ્ટાફ વિદ્યાર્થી ભાઈ બહેનો અને ગ્રામજનોની હાજરીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જીવન, રાષ્ટ્રસેવા અને એકાત્મ માનવવાદના વિચારો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજના દરેક વર્ગના વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા સૌને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય, દેશભક્તિગીતો અને વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી. સ્ટેશનરી કીટ. પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દાહોદ જિલ્લા યુવા અધિકારી સ્નેહલબેન પ્રજાપતના માર્ગદર્શન હેઠળ આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા બાળકોને હાર્દિક અભિનંદન સાથે ધન્યવાદ્ પાઠવ્યાં હતા

