પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના “નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત” અભિયાન અને MY Bharat પોર્ટલ દ્વારા ચાલતા રાષ્ટ્રવ્યાપી નશા મુક્ત પ્રતિજ્ઞા અભિયાન અંતર્ગત પોદ્દાર વર્લ્ડ સ્કૂલ, માણેજા, વડોદરા ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અનિલ પ્રથમ દ્વાર સંચલિત હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ્સ એસોસિએશન, ગુજરાત, SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) વડોદરા શાખા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે SOG વિભાગના જિતેન્દ્ર આનંદ અને આસિફ કાદરી દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણો અને તેની આડઅસરો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
શાળાના આચાર્ય નિલાંજના ભૌમિક તથા હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ્સના નિમેશ મિશ્રા દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને “નશા મુક્ત ભારત” ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રતિજ્ઞા લીધી હતી અને નશા મુક્ત ભારતના મશાલવાહક બનવાનો સંકલ્પ કર્યો હતો.

