(મયુર જાની)
મહીસાગર જિલ્લા સંત સમાજે સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સંત સમાજના અપમાન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ મામલે સમાજે જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારને આવેદનપત્ર પાઠવી દોષિત સંસદસભ્યો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ ઘટના ગત 31 જુલાઈ, 2026 ના રોજ સંસદ પરિસરમાં બની હતી. સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા યોજાયેલા ધરણા દરમિયાન સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સંત સમાજનું ભારે અનાદર કરવામાં આવ્યું હતું.આ નિંદનીય અને આઘાતજનક ઘટનાથી દેશભરના સનાતનીઓ અને સંત સમાજની ધાર્મિક ભાવનાઓને ઊંડો આઘાત લાગ્યો છે. આ ઘટનાના વિરોધમાં દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે મહીસાગર જિલ્લા સંત સમાજ દ્વારા આ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
