સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ખેલેગા ભારત, જીતેગા ભારતની થીમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીનો કાર્યક્રમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મનીષ રાવલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના તમામ વિભાગના અધ્યક્ષ, અધ્યાપક, વહીવટી સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં યોજાતા આ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે મેજર ધ્યાનચંદની પ્રેરણાદાયી વ્યક્તિત્વ વિશે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડાયરેક્ટર પ્રો. ડૉ. રણછોડ રથવીએ જણાવ્યુ હતું. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે રમતગમતના વિકાસ, ફીટ ઇન્ડિયા અને ફિઝીકલ ફિટનેસ અંગે સંકલ્પ લેવડાવ્યા હતા. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વિવિધ સ્પર્ધાઓ યોજાયી હતી. તેમાં ખુબ જ ઉત્સાહ પૂર્વક ખેલાડીઓએ ભાગ લઇ ભવ્ય રીતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મનીષ રાવલે નેશનલ સ્પોર્ટ્સ ડે ની શુભેચ્છા પાઠવી અને રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી દેશનું નામ રોશન કરવા અને ફીટ ઇન્ડિયા અને ફિટનેસના બ્રાન્ડ એમ્બેસેડર બની લોકોમાં ફિટનેસ અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરવા જણાવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝીકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડાયરેક્ટર પ્રો. ડૉ. રણછોડ રથવીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ડૉ.યજુવેન્દ્રસિંહ જેઠવા, ડૉ.પાલાભાઇ કારીયા, બિપુલભાઈ સોલંકી તથા પારસ બારોટ, હર્ષભાઈ શાહ અને સર્વે અધ્યાપકશ્રીઓ તથા તમામ વહીવટી સ્ટાફે ફાળો આપ્યો હતો. આ કાર્યક્રમની આભાર વિધિ ડૉ. મહેશકુમાર મહીડાએ કરી હતી અને કાર્યક્રમનું સમગ્ર એન્કરીંગ કું. ક્રિષા ધડ્વાલ એ કર્યું હતું.

