વિદેશ જવાની ઘેલછાઓ મા ભેજાબાજો એ છેતરપિંડી કરી હોવાના અનેક કિસ્સાઓ બહાર આવતા હોય છે.પરંતુ રાજગઢ પોલીસ સ્ટેશન મા વડોદરા ના ભેજાબાજ દંપતી સામે એક એવો ગુનો દાખલ થયો છે કે આ ઠગ દંપતી એ ઘોઘંબા,દે.બારીઆ અને પાવી જેતપુર વિસ્તાર ના અને કડીયા કામ ની મજૂરીઓ કરતા ગરીબો ને વિદેશ મા ઉચા પગાર ની લાલચો આપી ને ૪૬ જેટલા ગરીબ યુવકો પાસે થી વ્યક્તિ દીઠ ૬૦ હજાર ના ઉઘરાણા કરી ને કુલ ૨૭.૬૦ લાખ ની રોકડી કરી ને વડોદરા ખાતે ભાડા ના મકાન મા રહેતા આ ઠગ દંપતી અલ્કેશ ઉર્ફે આયુષભાઈ પટેલ અને ધર્મિષ્ઠાબેન અલ્કેશ પટેલે ઘોઘંબા તાલુકા ના ગમાની ગામ ના મહેશભાઈ મેતરભાઈ રાઠવા અને અન્ય ૪૫ ગરીબ યુવકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ને આ ગરીબ યુવકો ને વિદેશ મા મોકલવાના સપનાઓ દેખાડી ને દેવાના બોજ નીચે ડૂબાડી ને વધુ ગરીબ બનાવી દીધા હોવાનો ચોંકાવનારા કિસ્સા સંદર્ભમાં રાજગઢ પોલીસ મથક મા આ ઠગ દંપતી સામે બી.એન.એસ.એક્ટ ની કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૫૪ મુજબ નો ગુનો દાખલ કરાયો છે.

ઘોઘંબા તાલુકા ના ગમાની ગામે બારીઆ ફળીયા મા રહેતા મહેશ મેતરભાઈ રાઠવા એ રાજગઢ પોલીસ મથક મા આપેલ ફરીયાદ મા જણાવ્યા પ્રમાણે તેઓના મીત્ર વિનયભાઈ ના માધ્યમ થી વડોદરા ખાતે ખોડીયાર નગર ડી•માર્ટ ની બાજુ મા મકાન નં.૩૦૨ મા રહેતા અને પોતાને એન્જીનીયર ગણાવતા અલ્કેશ ઉર્ફે આયુષભાઈ લાલજી પટેલ સાથે પરીચય થયો હતો અને આફ્રીકા,કેન્યા,નૈરોબી જેવા વિદેશ ના શહેરો મા ૭૫ હજાર ના ઉચા પગાર સાથે નોકરી અપાવવાની વાત કરી ને બીજા વર્કરો પણ જો તૈયાર થાય તો બધા ને કેન્યા અને નૈરોબી મા આવેલ “એસ્ટીમ કન્સ્ટ્રક્શન કંપની લી.” મા નોકરી એ લગાડવાનો વિશ્વાસ આપ્યો હતો. એમા અલ્કેશ પટેલ ના પત્ની ધર્મિષ્ઠાબેન પટેલ પણ સાથે હતા.ગમાની ગામ ના મહેશભાઈ રાઠવા એ આ ઠગ ઉપર વિશ્વાસ મૂકી ને પોતાની સાથે પરીચય મા રહેતા ઘોઘંબા,દે.બારીઆ અને પાવી જેતપુર પંથક ના મીત્રો ને ઉચા પગાર ધોરણ સાથે વિદેશ મા કામ મળશે નુ જણાવતા ૪૫ જેટલા ગરીબ યુવાનો વિદેશ મા જવા તૈયાર થઈ ને પોત પોતાના પાસપોર્ટ સમેત અન્ય દસ્તાવેજી પુરાવાઓ અલ્કેશ ઉર્ફે આયુષભાઈ પટેલ ને સુપ્રત કર્યા હતા. ત્યારબાદ ભેજાબાજ અલ્કેશ ઉર્ફે આયુષભાઈ પટેલ વ્યક્તિદીઠ ડિપોઝિટ પેટે ૬૦ હજાર રૂપિયા આપવા પડશે એમા વીઝા ફી અને એર ટિકિટ પણ આવી જશે નુ જણાવતા મહેશભાઈ રાઠવા સમેત અન્ય ૪૫ ગરીબ યુવકો એ પોતાની ખેતી જમીનો ગીરવે મૂકી ને તો કેટલાક દાગીના વેચી કે ગીરો મૂકી ને અને ઉચા વ્યાજ ના દરો સાથે ૬૦ હજાર રૂપિયા ની રકમો માંડ માંડ એકત્રીત કરી હતી.આ ગરીબ યુવકો દવારા એકત્ર કરાયેલ લાખ્ખો રૂપિયા ની રકમ લેવા માટે વડોદરા ના આ ઠગ દંપતી અલ્કેશ ઉર્ફે આયુષ પટેલ અને ધર્મિષ્ઠાબેન ઘોઘંબા ના ગમાણી ગામે આવી ને લાખ્ખો રૂપિયા ની ગણતરી કર્યા બાદ હાજર તમામ ગરીબ યુવાનો ને કેન્યા અને નૈરોબી જવા માટે તૈયારીઓ શરૂ કરી દો ના આશ્વાસનો આપ્યા હતા.અને આ ઠગ દંપતી ના વિશ્વાસ મા આ ગરીબ યુવાનો એ વિદેશ મા જવા માટે ની જરૂરી એવી ખરીદીઓ પણ કરી લીધી હતી અને વિદેશ મા જે પગાર મળશે એમા થી દેવુ ચૂકવી દેવાની હૈયા ધારણાઓ પણ પરીવારજનો ને આપી દીધી હતી.પરંતુ ગરીબ યુવકો ને વિદેશ મા નોકરી અપાવવાની લાલચો આપી ને ૪૬ જેટલા ગરીબ યુવકો પાસે થી ૨૭.૬૦ લાખ રૂપિયા ની રોકડી કર્યા બાદ આ ઠગ દંપતી એ વડોદરા ના ભાડા ના મકાન ને ખાલી કરી ને મોબાઈલ ફોનો સ્વીચ ઓફ કરી ને ચાલતી પકડતા આ ગરીબ યુવકો ને વધુ ગરીબ કરતો એક દર્દનાક કિસ્સો પ્રકાશ મા આવ્યો છે.

………………………………………..
ભેજાબાજ ઠગ દંપતી અલ્કેશ અને ધર્મિષ્ઠા એ એક વર્ષ પૂર્વે જ પ્રેમ લગ્ન કર્યા હતા..!!
કચ્છ ભુજ ના માધાપરા ગામ ના વતની ભેજાબાજ અલ્કેશ ઉર્ફે આયુષ લાલજી પટેલ અગાઉ કચ્છ ભુજ મા ગરીબ યુવાનો ને વિદેશ મા મોકલવાની લાલચો આપી ને છેતરપિંડી કરી હોવાનો કિસ્સો બહાર આવતા આ અલ્કેશ ઉર્ફે આયુષ પટેલ વડોદરા ખાતે આવી ને ખોડિયાર નગર ડી•માર્ટ ની બાજુ મા આવેલા ભાડા ના ફ્લેટ મા રહેતો હતો.અને મૂળ આણંદ બાજુ ના વતની અને વડોદરા મા સમા કેનાલ ઘનશ્યામનગર પાર્ક મા રહેતા ધર્મિષ્ઠાબેન સાથે પરીચય મા આવી ને ગરીબ યુવાનો ને વિદેશ મા મોકલવાની લાલચો આપી ને છેતરપિંડી કરવાના શિકારો ની શોધ મા ફરતા આ અલ્કેશ ઉર્ફે આયુષ પટેલ અને ધર્મિષ્ઠાબેન એક વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કરી ને વડોદરા ના ખોડિયાર નગર મા આવેલા ભાડા ના મકાન મા રહેતા અને ૪૬ જેટલા ગરીબ યુવકો વિદેશ મા મોકલવાની લાલચો આપી ને ૨૭.૬૦ લાખ રૂપિયા ની રોકડી કર્યા બાદ આ ઠગ દંપતી વડોદરા નુ આ ભાડા નુ મકાન ખાલી કરી ને રફુ ચક્કર થઈ ગયુ હતુ.
રાજગઢ પોલીસ મથક મા ગરીબ યુવકો ને વધુ ગરીબ બનાવી દેનારા હૃદયસ્પર્શી દાખલ કરાયેલ ગુના મા…
ઘોઘંબા પંથક મા ૪૬ ગરીબ યુવકો ને વિદેશ મા નોકરી અપાવવાની લાલચો આપી ને વડોદરા ના ઠગ દંપતી અલ્કેશ અને ધર્મિષ્ઠા એ ૨૭.૬૦ લાખ રૂપિયા ની રોકડી કરી ને ભૂગર્ભ મા સરકી જતા ભારે ચકચાર..!!
ગરીબ યુવકો એ જમીનો, ઘરેણા ગીરવે મૂક્યા તો કેટલાકે વ્યાજે રૂપિયા લઈ ને વિદેશ મા નોકરી કરી ને ગરીબ માંથી બહાર આવવાના જે સપનાઓ જોયા હતા એ પણ ચકનાચૂર બની ગયા…
