શ્રી સમસ્ત મોઢ અગિયાસણા બ્રાહ્મણ એક પરિવાર, વડોદરા એકમ દ્વારા આગામી બળેવ પર્વ નિમિત્તે તા. 28 ઓગસ્ટ, 2026ના શુક્રવારે સમૂહ જનોઈ પરિવર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જનોઈ પરિવર્તનની ધાર્મિક વિધિ સવારે 7:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી યોજાશે. કાર્યક્રમનું આયોજન શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર, સૌરભ પાર્ક સોસાયટી, સમતા ફ્લેટ પાસે, ઝાંસી કી રાણી સર્કલ નજીક, વડોદરા ખાતે કરવામાં આવ્યું છે.
મોઢ અગિયાસણા બ્રાહ્મણ સમાજના ભાઈઓને આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બની ધાર્મિક વિધિનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં ભાગ લેવા તેમજ વધુ માહિતી માટે રાકેશભાઈ પંડ્યા તથા રઘુવીરભાઈ પંડ્યાનો સંપર્ક કરવા જણાવાયું છે.