(સાવલી)
આજરોજ સાવલી ખાતે પ્રાથમિક શિક્ષકોની 68મી સાધારણ સભા યોજાઈ હતી જેમાં મંડળીનો અહેવાલ વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યો હતો અને નિવૃત્ત શિક્ષકોના સન્માન તેમજ શિક્ષકોના તેજસ્વી બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત હતા અને તેમના હસ્તે નિવૃત્ત શિક્ષકોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે તેજસ્વી તારલાઓનું પણ કેતન ઇનામદારના હસ્તે સન્માન કરાયું હતું દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે આકસ્મિક અવસાન પામેલા શિક્ષકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષકો બાળકોને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપે તે મહત્વનું ગણાવીને પ્રાથમિક શિક્ષણ ને વેગ અને મજબૂત કરવા હાકલ કરી હતી જ્યારે જિલ્લા શિક્ષણ સંઘ ના પ્રમુખ રણજીતસિંહ પરમારે ક્રેડિટ મંડળી નો વિકાસ અને આવનાર સમયમાં શિક્ષકો ના ઉધ્ધાર અર્થે ભાવિ આયોજન પર પ્રકાશ પાડ્યો હતો આ પ્રસંગે બી આર સી પ્રવીણ આહિર જિલ્લા સિનિયર કાર્યધક્ષ નરેન્દ્રસિંહ વાઘેલા હિતેન્દ્ર જોશી ઉપપ્રમુખ જિલ્લા પ્રાથમિક સંઘ પરિમલ તલાટી યોગેશ પટેલ તાલુકા સંઘ પ્રમુખ સંજય પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા
