(સાવલી)
સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવતા આજોડ ગામની સીમમાં જુગાર રમતા છ ઈસમો ને 10,530 ના મુદ્દા માલ સાથે ઝડપીને જેલ ભેગા કર્યા છે
સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલ આગળ ગામની સીમમાં કેટલાક લોકો પાના પત્તા નો હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે તેવી બાતમીના પગલે મંજુસર પોલીસે દરોડો પાડતા હાજર ગામે આજોડ ગામે આવેલ પાણીની ટાંકીની પાછળ ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને અંગ જડતીમાં 7,130 તેમજ દાવ પર લાગેલ 34 સો રૂપિયા મળી કુલ 10530 રૂપિયા ના મુદ્દા માલ સાથે 6 જુગારીયા ઓ ને ઝડપી પાડ્યા છે (૧) રાકેશભાઈ મોહનભાઈ સોલંકી રહે દશરથ તળાવ ફળિયુ તા જી વડોદરા (૨) ભરતભાઈ ગોપાલભાઈ માળી રહે આજોડ માળી મહોલ્લો તા જી વડોદરા (૩) ગોવિંદભાઈ જશુભાઈ માળી રહે આજોડ ઇન્દિરા નગરી તા જી વડોદરા (૪) રસિકભાઈ મંગળભાઈ માળી રહે આજોડ ઇન્દિરા નગરી તા જી વડોદરા (૫) અજય કુમાર ચંદુભાઈ સોલંકી રહે દશરથ તળાવ ફળિયુ તા જી વડોદરા (૬) પ્રદીપભાઈ રણછોડભાઈ માળી રહે આજોડ ઇન્દિરા નગરી તા જી વડોદરા તમામ વિરુદ્ધ જુગાર ધારા ની કલમ 12 મુજબ ગુનો નોંધી તપાસ ધરી છે
