(સાવલી)
સાવલી તાલુકામાં વરસાદી માહોલ ના પગલે સાવલી નગર સહિત તાલુકાના વિવિધ ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા તાલુકાનું જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું સીઝનનો 284 મી મી વરસાદ નોંધાયો છે
સાવલી તાલુકામાં વરસાદના પગલે નગરના તલાવડી વિસ્તારના 10 જેટલા મકાનો માં પાણી ભરાઈ ગયા હતા તેના પગલે ગરીબ પરિવારોની ઘરવખરી પલડી જવા પામી છે સાથે સાથે સાવલી નગરમાં શિહોરા ભાગોળ પોલીસ મથક થી જન્મોત્રી રસ્તા પર તેમજ પોલીસ સ્ટેશન થી જાવલા જતા રોડ ગોકુળ વાટિકા જશોદા નગર ભીમનાથ મહાદેવ વિસ્તાર જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેના પગલે નગરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું સાથે સાથે નગરના લાલપરી વિસ્તારમાં ભારે પવન ના પગલે પાંચ મકાનો ના પતરા ઉડ્યા હતા તેના પગલે સમગ્ર ઘરવખરી પલડી જવા પામી હતી સાવલી થી ભવાનીપુરા જતા રોડ પર પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું થયું થયું હતું ઝવેરીપુરા ગામનું તળાવ ઓવર ફલો થતા રોડ પરથી પાણી ફરી વળ્યા હતા અને
તળાવના ઓવરફ્લો પાણી ના પગલે સાવલી ભવાનીપુરા ગામ નો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો જ્યારે

પિલોલ થી આસોજ જતા અંડરપાસ માં પાણી ભરાઈ ગયા હતા તેના પગલે પીલોલ જવા માટે વાયા દેણા નો ફેરો ખાવાનો વારો આવ્યો હતો ઇન્દ્રાડ થી વેંમાર પિલોલ ને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા હતા ધનતેજ ગામે પણ ઢીંચણ સમાન પાણી ભરાઈ ગયા હતા તેમજ ધનતેજ સધાપુર વચ્ચે કરડ નદી પર નવીન બ્રિજનું કામ ચાલુ હોય નવીન બનાવેલ ડાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું જ્યારે ચારણ પુરા કમલપુરા રોડ પર પાણી ભરાતા અલ્ટો કાર ફસાઈ ગઇ હતી જેને ટ્રેક્ટર વડે ખેંચીને બહાર કાઢવામાં આવી હતી આમ એક બે ઇંચ વરસાદ માં જ તાલુકા નું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતુ આજે સવાર 6 થી બપોરના 3 સુધી 30 મિમી વરસાદ પડતા સિઝન કુલ 284 મી મી વરસાદ નોંધાયો હતો સાવલી તાલુકામાં તો ઘણો ઓછો વરસાદ છે પરંતુ ઉપરવાસમાં વધુ વરસાદ અને પાણીના નિકાલની અછતના પગલે પાણી ભરાવાના કિસ્સા સામે આવ્યા છે
* સીઝનનો કુલ 284 મિમી વરસાદ નોંધાયો; ઉપરવાસના ભારે વરસાદ અને પાણીના નિકાલની અછતથી અનેક માર્ગો પાણીમાં ગરકાવ, ભવાનીપુરા માર્ગ બંધ અને ચારણપુરા-કમલપુરા રોડ પર કાર ટ્રેક્ટરથી બહાર કાઢવી પડી.
વરસાદે મચાવેલી તબાહી ની તસ્વીરો……

