છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર વિસ્તારમાં નોંધાયેલા ભારે વરસાદ અને વિપરીત હવામાન વચ્ચે પણ દુગ્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય સ્ટાફે ઉત્કૃષ્ટ નિષ્ઠા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વાહનવ્યવહારની મુશ્કેલીઓ અને ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આરોગ્ય કેન્દ્ર પર પહોંચેલી ૪ ગર્ભવતી મહિલાઓની સ્થાનિક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી છે.
આ અંગે પ્રા.આ.કેન્દ્ર ના અધિકારીના જણાવ્યા મુજબ, તમામ ચારેય પ્રસુતા માતાઓ અને નવજાત બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે. ભારે વરસાદ વચ્ચે પણ પ્રા આ કેન્દ્ર ના તબીબો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓએ સતત હાજર રહીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.
મુશ્કેલ સમયમાં પણ આરોગ્ય સેવાઓ અવિરત રાખીને માતૃ અને બાળ સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ સ્થાનિક નાગરિકો અને જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દુગ્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવવા માં આવી..
