અવધ એક્સપ્રેસ | વડોદરા
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના અધ્યક્ષ પદે ઉજવાતા શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા “શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવે” યોજાયેલ સંત સંમેલન જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ ગૃહધિપતિ સોમયાજી દીક્ષિત અનંત વિભૂષિત પ.પૂ. ગો. ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ શ્રી તથા હરિધામ સોખડાથી પ્રાણેશદાસજી સ્વામી વિગેરે તથા બાકરોલ હવેલીથી સુચેતનદાસજી સ્વામી વિગેરે પૂજનીય સંતો પધાર્યા હતા, તેઓશ્રીનું યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

ભગવાનના પાવન ચરણ જ્યાં પડે ત્યાં પવિત્રતા, સંસ્કાર, સદાચાર અને ભક્તિનો પ્રકાશ પ્રગટે છે. સંગીત, નૃત્ય, અભિનય અન્ય આધ્યાત્મિક સંદેશના સમન્વય દ્વારા ધાર્મિક મૂલ્યો, સંસ્કારો તથા ભગવાનના દિવ્ય મહિમાને સુંદર રીતે નૃત્ય નાટિકા દ્વારા રજૂ કરાયું હતું. જેથી નવી પેઢીમાં ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર અને ભક્તિ પ્રત્યે જાગૃતિ આવે તેવો ભાવ રહેલો હતો.
મહોત્સવમાં રહસ્યાર્થ પ્રદીપિકાટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમુહ પારાયણ, મહાપૂજા, આરતી વિગેરે વૈવિધ્ય સભર કાર્યક્રમો યોજાયા હતા.
આ અણમોલ અવસરમાં રાજકીય મહાનુભાવો પણ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી હતી, ઉપરાંત દેશ વિદેશમાંથી પણ હરિભકતોનો વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.
સં. શિં. નિત્યપ્રકાશદાસજી સ્વામી મહંત

