અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી નગરપાલિકાના દ્વારા બહાર પાડવામાં આવેલા રૂ. 40.55 લાખના ટેન્ડર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને પાલિકાના વિરોધપક્ષ ના નેતાએ નગરના દાતા ઓ એ કરેલ કામોનું ટેન્ડર બહાર પાડી ને પાલિકા સામે ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરીને મુખ્યમંત્રી અને વિકાસ કમિશનર ને પત્ર લખીને તપાસની માંગ કરતા ચકચાર મચી જવા પામી છે
સાવલી નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલબક્ષ આશિક હુસૈન શેખ દ્વારા હાલમાં પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા 40.55 લાખ ના સ્ટ્રીટ લાઇટ ના પોલ મંદિર ના શેડ રસ્તા ઓ સહિતના અનેક વિસ્તારોમાં કામો માટેના બહાર પાડવામાં આવેલ ટેન્ડર સામે વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના દ્વારા કરવામાં આવેલ આક્ષેપ મુજબ દાતાઓ દ્વારા અગાઉથી બનાવાયેલા શેડના નામે લાખો રૂપિયાના બિલો મૂકાયાનો વિપક્ષના નેતા એ આરોપ મૂક્યો છે અને મુખ્ય મંત્રી તેમજ પ્રાદેશિક કમિશનર,તકેદારી આયોગ જિલ્લા વિકાસ અધિકારી સહિતને પત્ર લખીને તપાસ ની માંગ કરી છે તેમના જણાવ્યા મુજબ નગરના મંદિર વિસ્તારમાં દાતાઓ દ્વારા ઉઘરાણું કરીને શેડ બનાવવામાં આવ્યો છે જેનું ટેન્ડર કરીને કાલિકા ભ્રષ્ટાચાર કરીને રૂપિયા ઉપાડી લેવાનો કારસો કરી રહી છે તેમજ સ્ટ્રીટલાઇટની કામગીરી પણ અગાઉથી પૂર્ણ થઈ હોવા છતાં ટેન્ડર બહાર પડાયાનો આક્ષેપ અલબખ્શ શેખે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ તપાસની માગ કરી સાવલી નગરપાલિકામાં વિકાસકામો માટે બહાર પાડવામાં આવેલા રૂ. 40.55 લાખના ટેન્ડરને લઈને વિવાદ ઊભો થયો છે. નગરપાલિકા દ્વારા શેડ અને સ્ટ્રીટલાઇટની કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવતાં વિપક્ષના નેતા દ્વારા ભ્રષ્ટાચાર અને સરકારી નાણાંની ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે.

વિપક્ષના નેતા અલબખ્શ આસિકહુસેન શેખના આક્ષેપ મુજબ, નગરના કેટલાક ધાર્મિક સ્થળોએ દાતાઓ દ્વારા અગાઉથી જ શેડ બનાવવામાં આવ્યા છે. તેમ છતાં આ કામગીરીના નામે નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હોવાનો અને દિવાળી દરમિયાન બિલો રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટ્રીટલાઇટની કામગીરી પણ અગાઉથી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આક્ષેપ મુજબ, અગાઉથી પૂર્ણ થયેલી કામગીરીને નગરપાલિકાના ચોપડે દર્શાવી સરકારી નાણાંની ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ટેન્ડરમાં દર્શાવેલાં સ્થળોએ ખરેખર કામની જરૂરિયાત હતી કે કેમ અને કામગીરી પાછળ સરકારી નાણાં ખર્ચવાની જરૂરિયાત ઊભી થઈ હતી કે કેમ તે અંગે પણ તપાસની માગ કરવામાં આવી છે.
સમગ્ર મામલે વોર્ડ નંબર-4ના કોર્પોરેટર અને નગરપાલિકાના વિપક્ષના નેતા અલબખ્શ આસિખુસેન શેખે મુખ્યમંત્રી, તકેદારી વિભાગ, પ્રાદેશિક કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.અને રજૂઆતમાં ટેન્ડરની સ્વતંત્ર અને નિષ્પક્ષ અધિકારી મારફતે તાત્કાલિક સ્થળ તપાસ કરાવવા, ટેન્ડરના દસ્તાવેજો, બિલો અને ચુકવણીની સંપૂર્ણ તપાસ કરવા તેમજ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી વર્ક ઓર્ડર અને પેમેન્ટ અંગે યોગ્ય નિર્ણય લેવા માગ કરવામાં આવી છે. જો તપાસમાં સરકારી તિજોરીને નુકસાન થયું હોવાનું બહાર આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પણ માગ ઉઠાવવામાં આવી છે.

હાલ રૂ. 40.55 લાખના ટેન્ડર પ્રકરણને લઈને સાવલી નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જોકે, આ મામલે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ભદ્રેશ પાઠકે જણાવ્યું હતું કે પાલિકા એ જે કામો કરવાના બાકી છે તેનુજ ટેન્ડર બહાર પાડ્યું છે અને કોંગ્રેસે જે આક્ષેપો કર્યા છે તે બિલકુલ પાયા વિહોણા અને તથ્યહીન છે અને જે ટેન્ડર માં કામો છે તેને પાલિકા પુરા કરવાની જ છ
ધાર્મિક શ્રદ્ધાના શેડ પર ટેન્ડરનો ખેલ? પુણ્યના કામમાં પાપની ગંધ!
ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુ દાતાઓએ પોતાની મહેનતની કમાણીમાંથી પુણ્ય કમાવવાના હેતુથી શેડ બનાવડાવ્યા હોય, ત્યારે એ જ કામોના નામે સરકારી નાણાં ખર્ચવા ટેન્ડર બહાર પડ્યાની ચર્ચા અનેક સવાલો ઊભા કરે છે. જો દાતાઓના સહયોગથી કામ પૂર્ણ થઈ ચૂક્યું હોય તો ફરી ટેન્ડર બહાર પાડવાની જરૂરિયાત ઊભી કેમ થઈ? શું ખરેખર વિકાસના નામે કામગીરી કરવાની છે કે પછી સરકારી નાણાંના ખર્ચ પાછળ કોઈ બીજો હેતુ છુપાયેલો છે?
યાદ રાખવું જોઈએ કે પુણ્ય કમાવવા માટે દાન કરવું પડે છે, જ્યારે ખોટા રસ્તે નાણાં કમાવવાની લાલચ અંતે બદનામી અને જવાબદારી તરફ લઈ જાય છે. કારણ કે સત્યને ગમે તેટલું દબાવવાનો પ્રયાસ કરવામાં આવે, પરંતુ પાપ ક્યારેય છાપરે ચઢીને પોકારવાનું બંધ કરતું નથી!
હવે સવાલ એ છે કે રૂ. 40.55 લાખના આ ટેન્ડર પાછળનું સત્ય શું છે? તેનો જવાબ માત્ર કાગળ પર નહીં, પરંતુ નિષ્પક્ષ સ્થળ તપાસ અને પારદર્શક તપાસથી જ બહાર આવવો જોઈએ.

સાવલી નગર પાલિકાએ દિવાળીની ભેટ આપી સાવલી માં લાઇટો તથા ધાર્મિક સ્થળોએ સેડ માંરેલા છે. જે કામો થઈ ચૂક્યા છે તે કામો નું સાવલી નગર પાલિકાએ 40 લાખ ઉપરાંત નું ટેન્ડર બહાર પાડતા ભ્રષ્ટાચાર નો અંદાજ આવે છે. સાવલી નગર ના પૈસા ખોટા વપરાય નહીં તે માટે સી.એમ,પ્રાદેશિક કમિશ્નર,જિલ્લા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસર ને લેખિતમાં ફરિયાદ કરી છે.ટેન્ડરની યોગ્ય તપાસ ની માંગ કરવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દાને લઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે
શેખ અલબક્ષ ( સાવલી પાલિકા વિરોધપક્ષ ના નેતા)

સાવલી નગર માં દાતાઓએ દાનપેટે કામ કરેલું છે. અમને જ્યારે ટેન્ડર બહાર પડ્યા ની ખબર પડી. આ ટેન્ડર કેવી રીતે બહાર પડ્યું આ કામ દાતાઓએ કર્યું છે. તેમ છતાં આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું તેની તપાસ થવી જોઇયે
મજીદશા દીવાન (સામાજિક કાર્યકર)

સાવલી નગર પાલિકા દ્વારા જે વિસ્તારમાં કામ કરવાના બાકી છે.ત્યના ટેન્ડર બહાર પાડ્યા છે. કોંગ્રેસ ના નેતાઓએ જે આક્ષેપ કર્યા છે તે પાયાવિહોણા છે. અમે જે સેડ લીધા છે તે પ્રમાણે કામ કરવાના છે.
ભદ્રેસ પાઠક (સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન)
