જૂનાગઢ,
સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંપ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. 1લીનવેમ્બરથી લઈને 12 મી નવેમ્બર સુધીના સમયમાં 52,172 જેટલા પ્રવાસીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી હતી જેના થકી સંગ્રહાલયને રૂપિયા 20,81,790ની ટિકિટમાંથી આવક થઈ છે. તહેવારોના સમયમાં જૂનાગઢના પ્રવાસન સ્થળો અને ખાસ કરીને સક્કરબાગઉપરકોટ અને ગિરનારમાંપ્રવાસીઓની વિશેષ ભીડ જોવા મળતી હોય છે.
દિવાળીવેકેશનની રજાઓ દિવસે દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં દેશ અને દુનિયાના પ્રવાસીઓ પ્રવાસન નગરી જૂનાગઢમાં આવતા હોય છે. જુનાગઢમાં આવેલા એશિયાના સૌથી જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સાથે ઉપરકોટ અને ગિરનારમાં આવેલા ઐતિહાસિક અને પર્યટન સ્થળોની મુલાકાત લેતા હોય છે.
સક્કરબાગપ્રાણીસંગ્રહાલયમાંએસિયાઈટિકસિંહની સાથે બંગાળના વાઘ, દીપડા, વરુ, શિયાળ, જંગલી બિલાડી, વિદેશમાં જોવા મળતા પોપટના અલગ અલગ8 થી 10 પ્રકારના પોપટ, શિયાળા દરમિયાન માઇગ્રેડ થઈને આવતી કુંજ, ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ, હિપોપોટેમસ, ચિકારા સહિત અલગ અલગ8 થી 10 જાતની હરણ પ્રજાતિનાપ્રાણીઓકર્ણાટકનું રાજ્ય પ્રાણી બાયસન, કચ્છમાં જોવા મળતા ઘુડખર, સફેદ મોર, સાત થી આઠ જાતના ઝેરી અને બિન ઝેરી સાપ, જેમાં નાગ કાળતરોરસેલવાઈપર અજગર, બે મોઢાડીબમ્બઈ, અલગ અલગ રંગના અને દેશના લવ બર્ડ, ગરુડ, સમડી, ગીધ, સેઢાળી, ઝરખ, વરુ, કાચબા જેવા બિજા પશુ પક્ષી અને પ્રાણીઓપ્રવાસીઓ જોઈ શકે તે માટે પાંજરામાં રાખવામાં આવ્યા છે.
મહત્વનું છે કે,સક્કરબાગપ્રાણીસંગ્રહાલયમાંબાયોલોજીસ્ટ તરીકે કામ કરતા ડો. અગ્નિ વ્યાસે વિગતો આપતા જણાવ્યું હતું કે તહેવારોના સમયમાં પ્રવાસીઓની સંખ્યા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે, જેમાં 10 મી નવેમ્બરના દિવસે 12,325 12મી નવેમ્બરના દિવસે 13,836 9મી નવેમ્બરના દિવસે 8193 અને આઠમીનવેમ્બરના દિવસે 4,042 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. હજુ પણ વેકેશનનો સમય છે જેથી આ સમય દરમિયાન પણ પ્રતિ દિવસ સરેરાશ 1000 થી 2000 જેટલા પ્રવાસીઓસક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવી રહ્યા છે.
