અમદાવાદ,
દિવાળી વેકેશનનીરજાઓમાં પરિવાર અને બાળકો સાથે ફરવા નીકળેલાશહેરીજનો તેમજ બહારગામથી આવેલા પ્રવાસીઓ માટે કાંકરિયાઆકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 9 નવેમ્બરથી11 નવેમ્બર 2026 દરમિયાન માત્ર ત્રણ દિવસમાં કુલ 1,57,690 મુલાકાતીઓએકાંકરિયાની મુલાકાત લીધી હતી.
આ આંકડો કાંકરિયાની લોકપ્રિયતા દર્શાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને 9 નવેમ્બરના સોમવારે પણ કાંકરિયા પરિસર મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે સોમવારે બંધ રહેતા પરિસરને ખાસ ખુલ્લું રાખવાના આ નિર્ણયને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પરિણામે સોમવારથી જ મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
મુલાકાતીઓના આંકડા પર નજર કરીએ તો 9 નવેમ્બર, સોમવારે કુલ 28,572 લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ 10 નવેમ્બર, મંગળવારે સૌથી વધુ 67,097 મુલાકાતીઓનોંધાયા હતા. જ્યારે 11 નવેમ્બર, બુધવારે 62,021 લોકો કાંકરિયા પહોંચ્યા હતા. આમ, ત્રણ દિવસમાં કુલ મુલાકાતીઓનો આંકડો 1,57,690 સુધી પહોંચ્યો હતો. કાંકરિયા પરિસરમાં આવેલું પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ બાળકો અને પરિવારો માટે મુખ્ય આકર્ષણ બની રહ્યું છે.
આ ઉપરાંત બાલવાટિકા, નોક્ટર્નલ ઝૂ, અટલ એક્સપ્રેસ ટ્રેન અને બટરફ્લાયપાર્કમાં પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓઉમટી રહ્યા છે. વિવિધ એમ્યુઝમેન્ટરાઈડ્સ બાળકો માટે ખાસ મનોરંજનનું કેન્દ્ર બની રહી છે. પરિવાર સાથે આખો દિવસ આનંદ માણવા માટે કાંકરિયાપ્રવાસીઓની પસંદગી બની રહ્યું છે.
દિવાળીનાતહેવારો દરમિયાન અમદાવાદ ઉપરાંત અન્ય શહેરો અને વિસ્તારોમાંથી પણ લોકો કાંકરિયાનીમુલાકાતે આવી રહ્યા છે. બાળકોને મનોરંજનની સાથે પ્રાણી સંગ્રહાલય અને વિવિધ આકર્ષણોનો અનુભવ મળતો હોવાથી વેકેશનમાં અહીં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. આગામી દિવસોમાં પણ દિવાળી વેકેશન ચાલુ હોવાથી કાંકરિયામાંમુલાકાતીઓનો ધસારો યથાવત રહેવાની શક્યતા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMC અને સંબંધિત તંત્ર દ્વારા સ્વચ્છતા, સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાપન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આમ, દિવાળી વેકેશનમાંકાંકરિયા અમદાવાદના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક બનીને સહેલાણીઓનું મનપસંદ સ્થળ સાબિત થઈ રહ્યું છે.
