ભાવનગર,
જીલ્લાના લાખો પશુપાલકોને દિવાળીની મોટી ભેટ આપવામાં આવી છે જેમાં ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સર્વોત્તમ ડેરી) દ્વારાદૂધનાખરીદભાવમાંકિલોફેટે રૂ.30નો વધારો કર્યો છે. 21 નવેમ્બર, 2026થી પશુપાલકોનેકિલોફેટે રૂ.950 મળશે. ડેરીના સ્થાપક ચેરમેનમહેન્દ્રભાઈપનોત, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો છે.હાલમાંપશુપાલકોનેકિલોફેટે રૂ.920 મળે છે. ભાવવધારા પછી 21 નવેમ્બરથી નવો ભાવ રૂ.950 થશે. સામાન્ય રીતે દિવાળી પછી દૂધનાખરીદભાવ ઘટે છે. સર્વોત્તમ ડેરીએ ગયા વર્ષે દિવાળી પછી ભાવ ઘટાડ્યો નહોતો. આ વર્ષે પણ ભાવ ઘટાડવાને બદલે રૂ.30નો વધારો કર્યો છે.
દૂધના ખરીદ ભાવના આંકડાઓ પર નજર કરીએ તો, ગત વર્ષે નવેમ્બર-2025 માં પશુપાલકોનેકિલોફેટે રૂ. 900 ચૂકવવામાં આવતા હતા. તેની સરખામણીમાં આ વર્ષે નવેમ્બર-2026 માં કિલોફેટે રૂ. 950 ભાવ થતાં એક જ વર્ષમાં પશુપાલકોને પ્રતિ કિલોફેટે રૂ. 50નો મોટો ફાયદો થયો છે.
સર્વોત્તમ ડેરીના આ નિર્ણયથી ભાવનગર જિલ્લા અને સિહોરપંથકના દૂધ ઉત્પાદકોને દર મહિને અંદાજે રૂ. 5 કરોડ જેટલી વધારાની સીધી આવક થશે. મોંઘવારી અને પશુદાણનાવધતા ખર્ચ વચ્ચે ડેરી દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી સમગ્ર જિલ્લાના પશુપાલકો અને દૂધ મંડળીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી.
