અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકાના પોઇચા (રા) ગામે આવેલ લેક્ટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા વર્ષો થી સરકારી રોડ રસ્તા પર ગેરકાયદેસર પાર્કિંગ ના આક્ષેપ સાથે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી એ હુકમ કર્યો છતાંય નિરાકરણ ના આવવાનો આક્ષેપ લગાવીને તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખે આક્રોશ વ્યકત કરતા સમગ્ર વિસ્તારમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે અને તંત્રની લાપરવાહી મુદ્દે ભારે ચર્ચા જાગી છે

સાવલી તાલુકાના પોઇચા રા ગામે લેક્ટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે જે વિવિધ પ્રકારના ફાર્માસ્યુટીકલ્સ પદાર્થો નું ઉત્પાદન કરે છે અને આશરે 300 થી વધુ કામદારો આ કંપનીમાં કામ કરે છે જ્યારે એક ખાનગી કંપની દ્વારા કહેવાતા દબાણને દૂર કરવામાં તંત્રની નિરસતા એ સમગ્ર તાલુકામાં ચર્ચા જગાવી છે જ્યારે કંપની સત્તાવાળાઓની જોહુકમી સામે પણ ભારે રોષ ફેલાયો છે અને આવનાર સમયમાં જાહેર રસ્તા માં કંપની દ્વારા કરવામાં આવેલા દબાણ મુદ્દે આંદોલન છેડાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે

તેવામાં પોઇચા રા ગામના અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભઈજી ભાઈ પરમારે કંપની સામે સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરીને દબાણ કરવાનો આક્ષેપ કરી ને ભૂતકાળમાં આત્મવિલોપન ની ચીમકી પણ ઉચ્ચારી હતી અને મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆત કરીને જાહેર હિત માટે કંપની ના ગેરકાયદેસર પાર્કિંગ ના દબાણ દૂર કરવા માટે ની માંગ કરી હતી તેના પગલે ઉચ્ચકક્ષાએ થી સંલગ્ન વિભાગને ઘટતું કરવા ની સૂચના આપવામાં આવી હતી તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે આ રસ્તો આર એન્ડ બી વિભાગમાં આવે છે છતાંય કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ બાબતે અરજકર્તા ભઈજી ભાઈ પરમારે જણાવ્યું હતું કે હું ભાજપનો સક્રિય સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છું લોકહિત માટે મેં આ રજૂઆત કરી ને મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી વાત પહોંચાડી હતી અને આત્મવિલોપન પણ કરવાનો હતો પરંતુ જિલ્લા વિકાસ અધિકારી એ દબાણ ખસેડવાનો હુકમ કરતા મેં આત્મવિલોપન નો વિચાર માંડી વાળ્યો હતો પણ અમારી જ સરકારના અધિકારી ઓ સરકાર નું નામ બગડે તેવા કામો કરીને સરકાર ની છબી બગાડી રહ્યા છે કંપની લોકોને રોજગાર આપે છે પણ ગેરકાયદેસર દબાણ કરે તે યોગ્ય નથી
