સંકલન-વૈશાલી પરમાર
અવધ એક્સપ્રેસ | વડોદરા
વડોદરામાં ૨૦૧૭થી કાર્યરત કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ ગૌસેવા સાથે સાથે સમાજ કલ્યાણ અને ભારતીય સંસ્કૃતિના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. વડોદરાના દંપતિ શ્રુતિ સિંહ અને મનોજ સિંહના માર્ગદર્શન હેઠળ આ ગૌશાળા સતત અવનવી પહેલો કરતી રહી છે જેનાથી ગૌમાતાની સેવા પણ થાય અને માનવ સમાજને સ્વાસ્થ્યવર્ભક લાભ પણ મળી શકે.
આ દંપતિ દ્વારા નવીન પ્રયાસોના ભાગ રૂપ શાસ્ત્રોક્ત વિધિઓ અનુસાર ઘી જેમને તેઓ ‘ભાદર્વા ઔષધિય રસાયણ’ નામ આપ્યું છે. તેને ગૌશાળાની ગાયોના દુધ દ્વારા વિશેષ વિધિ મુજબ તૈયાર કરે છે. જેને ખાસ મઘા નક્ષત્રના વરસાદી પાણીથી લઈને શરદ પૂનમની ચાંદની સુધીના આશરે દોઢ મહિનાના લાંબા અને ઝીણવટભર્યા પ્રોસેસ પછી આ ખાસ ઘી-રૂપી રસાયણ તૈયાર કરવામાં આવે છે.

શ્રુતિ સિંહએ આ ‘ભાદર્વા ઔષધિય રસાયણ’ વિશે જણાવ્યું કે, શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, મઘાનું પાણી, રોહિણીનો તાપ અને ભાદરવાનું ઘી વર્ષમાં માત્ર એક જ વાર પ્રાપ્ત થાય છે, જે માનવ શરીરના પિત્ત દોષનો નાશ કરી સમગ્ર વર્ષ દરમિયાન સ્વાસ્થ્યને ઉત્તમ રાખવામાં રામબાણ સાબિત થાય છે. લોકોમાં આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદિક જ્ઞાનને પુનઃજીવિત કરવાના ઉદેશ્ય અને ગાયોના સંવર્ધન અને રક્ષાની સાથે-સાથે સમાજના દરેક વ્યક્તિ સુધી સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ પહોંચાડવા તેઓની સંસ્થા દ્વારા આ ઘી તૈયાર કરવામાં આવ્યું છે.

‘સારો સમાજ અને સ્વસ્થ ભારત’ના નિર્માણના સંકલ્પ સાથે કામધેનુ ગૌશાળા આજે ગૌમાતા અને માનવજાત વચ્ચે એક અતૂટ સેતુ બનીને ઉભી છે. ત્રણ તરછોડાયેલી ગાયોને આશ્રય આપવા અને તેને કતલખાને જતી બચાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરેલી તેઓની યાત્રા આજે ૫૨ ગાયો સુધી પહોચી છે.
આ ગૌશાળામા દુધ ન આપતી પાખળી ગાયો પણ છે. આ સાથે એવી ગાયો જેના માલીકે તરછોડી દીધી હોય, નંદીમહારાજ અને એવી ગાયો કે નંદી જેને કતલખાનેથી બચાવી હોય તેઓને કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ખાતે આશ્રય આપવામાં આવે છે. આ ગાયોના લાલન પાલન માટે શ્રુતિ દવે અને મનોજ સિંહ ગૌમુત્ર, ગોબરનુ મુલ્યવર્ધન, ‘ભાદર્વા ઔષધિય રસાયણ’-ઘી સહિત અવનવી ચિજ વસ્તુઓનું ઉત્પાદનોનું વેચાણ કરી ગૌશાળાની આર્થીક જરૂરિયાતો પુરી કરવાનો પ્રયાસ કરે છે.
