અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલી તાલુકાના મેવલી ગામ નજીક ડુંગર પર આવેલા ખોડિયાર માતા ના મંદિરમાં આશરે 50 હજાર ની મતાની ચોરીની ઘટના ઘટના બનતા તાલુકાની ધર્મપ્રેમી પ્રજાની લાગણી દુભાવા પામી છે
સાવલી ના મેવલી ગામ પાસે ખોડિયાર માતા ના મ મંદિરમાંથી કેસેટ સ્પીકર અને એમ્પ્લીફાયરની ચોરી, રૂ. 50 હજાર ની મતાની ચોરી થવા પામી છે અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી કેસેટ સ્પીકર અને એમ્પ્લીફાયર સહિતના સાઉન્ડ સાધનોની ચોરી કરી હતી. ચોરી કરાયેલા સાધનોની અંદાજિત કિંમત રૂ. 50 હજારથી વધુ હોવાનું જાણવા મળે છે.

મંદિરમાં ચોરીની ઘટના અંગે સાવલી પોલીસને જાણ કરવામાં આવી છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે, ચોરી કોણે અને ક્યારે કરી તે અંગેની તપાસ હાથ ધરી છે જ્યારે બનાવના પગલે તાલુકાની ધર્મપ્રેમી પ્રજા માં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે અને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માંગ ઉઠી છે
