અવધ એક્સપ્રેસ | સાવલી
વડોદરા જિલ્લાના સાવલી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, હસ્તકની જિલ્લા નાયબ નિયામક કચેરી, વડોદરા તથા જ્ઞાનરથ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સોમવાર, તા. ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે બી. કે. પટેલ આર્ટ્સ અને શ્રીમતી એલ. એમ. પટેલ કોમર્સ કોલેજ, સાવલી ખાતે યોજાયો હતો.

આ શિબિરનો મુખ્ય હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી-વિમુક્ત જાતિઓ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃત કરવાનો હતો. આચાર્ય વશિષ્ઠધર જે. દ્વિવેદી એ શુભેછા પાઠવેલ. તેમજ આ કાર્યક્રમમાં કુ. મનીતા રાઠવા આસિસ્ટન્ટ સમાજ કલ્યાણ અધિકારી, વડોદરા તેમજ દિનેશ રાઠવા આસિસ્ટન્ટ સમાજ કલ્યાણ અધિકારી વડોદરા દ્વારા સરકારી યોજનાઓની માહિતીનો પ્રચાર અને પ્રસાર કરીને પાત્ર લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યકમનું સંચાલન સંકલ્પ એકેડમીના વિકાસસર દ્વારા કરવામાં આવ્યું. તેમજ આભારવિધિ આઆસિસ્ટન્ટ પ્રોફેસર ડો.સોનલ પરમાર દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજના નાગરિકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તથા સરકારી સહાય અને યોજનાઓ અંગેની જાણકારી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
