ગોધરા શહેરમાં શ્રી દેવની શેરી યુવક મંડળ દ્વારા ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મુંબઈના પ્રખ્યાત ઢોલ ખાસ લાવવામાં આવ્યા હતા, જેના તાલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. શહેરના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી ગણેશ ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. ઢોલના તાલ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલી આ આગમન યાત્રામાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણેશ ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.
