યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય-ભારત સરકાર, માય ભારત (MY BHARAT), નેશનલ સર્વિસ સ્કીમ (N.S.S), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) અને લીમખેડા વિભાગ યુવક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટ્સ કોલેજ લીમખેડાના સંયુક્ત ઉપક્રમે સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ ના અધ્યક્ષ સ્થાને “રાષ્ટ્રીય રમત દિવસ” ની ઉજવણીના ભાગરૂપે “ખેલો ઇન્ડિયા સંવાદ”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ ડાયરેક્ટર, અને કોલેજના આચાર્યશ્રી તથા સ્પોર્ટ્સ ડાયરેક્ટર પ્રા. અશ્વિનભાઈ આર પટેલ સાહેબ આજના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ સાચું શિક્ષણ વ્યક્તિના શરીર, મન અને વ્યક્તિત્વ આ ત્રણેયનો વિકાસ કરે છે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતનું કેટલું મહત્વ છે તેના ઉપર વિસ્તૃત છણાવટ કરી

વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા, રમત ગમત સંકુલ દાહોદ થી લાલાભાઇ સંગાડા સાહેબ સ્પોર્ટ્સ કોચ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીનું મહત્વ તથા ખેલો ઇન્ડિયા અંતર્ગત પીએમ મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓને આહવાન કરવામાં આવ્યું હતું, માય ભારતમાંથી ડિન્કીબેન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ વિદ્યાર્થીઓને માય ભારત રજીસ્ટ્રેશન અંગે વિસ્તૃત છણાવટ કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોલેજમાંથી નેશનલ લેવલે રમત રમવા ગયેલ દીકરીઓને પ્રોત્સાહન, પ્રશ્નોત્તરી, અને તેમના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં માય ભારત વોલેન્ટિયર સપનાબેન લબાના પણ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર પરિવાર, અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમનું સુંદર સંચાલન ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડૉ. બાબુભાઈ પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમના અંતમાં સમાપન હિન્દી વિભાગના પ્રોફેસર ડૉ. જી. એમ. ચંદેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું સમગ્ર આયોજન અને વ્યવસ્થાપન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. કમલેશ બી અમીન દ્વારા કરવામાં આવ્યું હતુ. આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો….
