(પ્રતિનિધિ,ગોકુળ પંચાલ)
ઘોઘંબા તાલુકાના લીલાઢાળ, જીજરી, ઉડવા, બાકરોલ અને લાબડધરા ગામના ભક્તો આજે વહેલી સવારે મોટરસાયકલ પર રામદેવરા યાત્રાએ રવાના થશે.
રામદેવ પીર પ્રત્યેની આસ્થા સાથે મોટી સંખ્યામાં ભક્તો મોટરસાયકલ દ્વારા રાજસ્થાન તરફ પ્રયાણ કરશે. યાત્રા દરમિયાન રણુજા ખાતે રામદેવ પીરના દર્શન સાથે રાજસ્થાનના આસપાસના વિવિધ ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેવામાં આવશે.
ભક્તો દ્વારા યાત્રા દરમિયાન વિવિધ દેવી-દેવતાઓના દર્શન કરી ધાર્મિક અને આધ્યાત્મિક લાભ મેળવવામાં આવશે. લાંબી મોટરસાયકલ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ યાત્રા દરમિયાન ભક્તો દ્વારા પરસ્પર ભાઈચારો અને ધાર્મિક ભાવનાને જાળવી રાખી શ્રદ્ધાપૂર્વક રામદેવરાની પવિત્ર ભૂમિની મુલાકાત લેવામાં આવશે.
જય રામાપીરના જયઘોષ સાથે ભક્તો રાજસ્થાન તરફ પ્રયાણ કરશે.
Add A Comment
