મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સોનેલા ગામ નજીક કેનાલમાંથી બાઇક સાથે એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવક GRD જવાન હતો.આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવક રક્ષાબંધન પર્વની ઉજવણી કર્યા બાદ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન સોનેલા ગામ નજીક કેનાલમાં બાઇક સાથે પડી ગયો હોવાની આશંકા છે. જોકે, યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકનું મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણોસર, તે અંગે તપાસ બાદ જ હકીકત સામે આવશે.હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

