મહીસાગર જિલ્લામાં તાજેતરમાં નોંધાયેલા ગિલેન-બારી સિન્ડ્રોમ (GBS) ના શંકાસ્પદ કેસોને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. બાળકોના રવારથ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા. જિલ્લા કલેકટર સુ અર્પિત સાગરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ બાળકોમાં સંક્રમણ અટકાવવા માટે સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી હાથ ઘરવામાં આવી છે.
જિલ્લા કલેકટરના આદેશ અનુસાર, મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સમગ્ર વહીવટી તંત્ર મેદાનમાં ઉતર્યું છે. આ મેગા ચેકિંગ ઝુંબેશ અંતર્ગત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની ૭૩ ટીમો દ્વારા ૨૪૩ જેટલી શાળાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, આઇસીડીએસ (ICDS) વિભાગના ૬૫ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી. આ કામગીરીમાં જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારીની કચેરીના અધિકારીઓ, પ્રાયોજના વહીવટદારની કચેરી, તમામ પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ જોડાયા હતા અને તેઓ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ અને આંગણવાડીઓની મુલાકાત લઈ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત, બાળકોને શાળાઓ અને આંગણવાડીઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજન અને પોષક આહારની ગુણવત્તાની કડક ચકાસણી કરવામાં આવી હતી. ભોજન રાંધવાની જગ્યા, પીવાના પાણીની વ્યવસ્થા, રસોડાની સાફસફાઈ અને આસપાસના પરિસરમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.GBS જેવા રોગો અને અન્ય જળજન્મ કે આહારજન્ય સંક્રમણને અટકાવવા માટે વ્યક્તિગત અને સંસ્થાકીય સ્વચ્છતા તેમજશુદ્ધ આહાર અત્યંત આવશ્યક છે. આ બાબતને ગંભીરતાથી લઈ, તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા શાળાના આચાર્યો, શિક્ષકો અને આંગણવાડી સંચાલકોને સ્વચ્છતા અંગે પૂરતી તકેદારી રાખવા અને બાળકોના સ્વાસ્થ્ય બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર બાળકોના આરોગ્યની સુરક્ષા માટે રાતત કાર્યરત છે. તંત્ર દ્વારા વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ બાળકોને શુદ્ધ ખોરાક અને ઉકાળેલું પાણી આપે તેમજ બાળકોમાં કોઈપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.
