પોદાર પ્રેપ ગોધરા ખાતે “સ્વતંત્રતા આપણું ભવિષ્ય ઘડે છે, જ્ઞાન આપણો માર્ગદર્શક બને છે” થીમ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહ, દેશભક્તિ અને આનંદના માહોલમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે માતા-પિતા તેમજ દાદા-દાદી અને નાના-નાનીએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બાળકોને સ્વતંત્રતાના મહત્વ સાથે જવાબદારી, જ્ઞાન અને વડીલોના અનુભવનું મહત્વ સમજાવવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે જ્ઞાન તથા અનુભવોના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે “Pass the Ball of Pride”, “Freedom Value Relay Race”, “Four Corners Family Challenge”, “Generation Ramp Walk – Past Inspires Future”, “Build the Future Together”, “Patriotic Musical Freeze” તેમજ “Freedom Circle Story Sharing & National Pledge Moment” જેવી વિવિધ પરિવારલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ હતી.ખાસ કરીને “Past Inspires Future” થીમ આધારિત Generation Ramp Walkમાં વિવિધ પેઢીઓએ સાથે ભાગ લઈ ભૂતકાળના અનુભવો અને વડીલોનું જ્ઞાન ભવિષ્યને વધુ મજબૂત બનાવે છે તેવો સંદેશ આપ્યો હતો. Story Sharing અને National Pledge દરમિયાન બાળકોને વડીલોના જીવનના અનુભવો સાંભળવાની તેમજ સ્વતંત્રતા સાથે જોડાયેલી પોતાની જવાબદારીઓ સમજવાની તક મળી હતી.માતા-પિતા અને વડીલોએ પણ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. પરંપરાગત ઉજવણીથી અલગ આ કાર્યક્રમમાં પરિવાર સાથે મળીને શીખવા, જોડાવા અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરવાની સુંદર તક મળી હતી.કાર્યક્રમના અંતે “સ્વતંત્રતા આપણને સપનાં જોવાની પાંખો આપે છે, જ્યારે જ્ઞાન અને અનુભવ આપણને જવાબદારીપૂર્વક ઉડવાનું શીખવે છે” એવો સંદેશ આપવામાં આવ્યો હતો.પોદાર પ્રેપ ગોધરા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સંબંધો, અનુભવો, મૂલ્યો અને પેઢીઓના જ્ઞાનમાંથી શીખવાની તકો ઊભી કરવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
