રણજીતનગર ગામમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા લગાવવામાં આવતા સમગ્ર રણજીતનગર દેશભક્તિના માહોલમાં ગરકાવ થયું હતું. વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે તિરંગા સાથે યાત્રામાં ભાગ લીધો હતો.

આ તિરંગા યાત્રામાં શૈલેષભાઈ પટેલ, પ્રવિણસિંહ પરમાર, મિતલ પટેલ, તલાટી કમ મંત્રી સહિત માધ્યમિક વિદ્યામંદિર તથા પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
દેશપ્રેમ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના જગાવવાના હેતુથી યોજાયેલી આ તિરંગા યાત્રા ગામમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. યાત્રામાં જોડાયેલા સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને દેશભક્તિનો સંદેશો આપ્યો હતો.

