Close Menu
Avadh Express
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
      • ભારત
      • વર્લ્ડ
    • ગુજરાત
      • અમદાવાદ
      • ગાંધીનગર
      • છોટા ઉદેપુર
      • ડાંગ
      • તાપી
      • દાહોદ
      • પંચમહાલ
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
      • ફેશન
      • રસોડું
      • હેલ્થ
    Avadh Express
    • હોમ
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    Home » રાઠવા સમાજ વિરુદ્ધ ટિપ્પણી મામલે જિલ્લા ભાજપના મહામંત્રી રમણભાઈ બારીયાએ માફી માંગી

    રાઠવા સમાજ વિરુદ્ધ ટિપ્પણી મામલે જિલ્લા ભાજપના મહામંત્રી રમણભાઈ બારીયાએ માફી માંગી

    Avadh ExpressBy Avadh ExpressJuly 24, 2026No Comments

    (કાજર બારીઆ)

    છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તથા જિલ્લા ભાજપના મહામંત્રી રમણભાઈ બારીયાએ રાઠવા સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ જાહેરમાં માફી માંગી છે. આ મુદ્દે રાઠવા સમાજના આગેવાનો દ્વારા અગાઉ કદવાલ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

    પ્રાપ્ત માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રમણભાઈ બારીયાનો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઓડિયોમાં રાઠવા સમાજ અંગે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીને કારણે સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવાયું હતું. ઓડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં રાઠવા સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

    આ ઘટનાને પગલે રાઠવા સમાજના આગેવાનો એકત્રિત થઈ કદવાલ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપી રમણભાઈ બારીયા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    આ સમગ્ર મામલે આજે કદવાલ ખાતે રાઠવા સમાજના આગેવાનો અને રમણભાઈ બારીયા વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રમણભાઈ બારીયાએ પોતાની ટિપ્પણીથી રાઠવા સમાજની લાગણી દુભાઈ હોવાનું સ્વીકારી, થયેલી ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરી અને સમાજની જાહેરમાં માફી માંગી હતી.

    બેઠક દરમિયાન બંને પક્ષોએ સામાજિક સૌહાર્દ અને પરસ્પર સન્માન જળવાઈ રહે તે માટે સંવાદ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

    Post Views: 8
    Previous Articleકાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું
    Next Article યુવાનો! આ વળાંક પછીનો રસ્તો તમારે જ પસંદ કરવાનો છે.
    Avadh Express
    • Website

    Related Posts

    કાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું

    July 23, 2026

    મહીસાગર ભા.જ.પ.નો અગ્રણી હસ્તો ચહેરો વિક્રમસિંહ પરમાર સાયબર ફ્રોડ ના લાખ્ખો રૂપિયા ની હેરાફેરી ના “કમીશન એજન્ટ”

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Advertisement
    Latest News

    યુવાનો! આ વળાંક પછીનો રસ્તો તમારે જ પસંદ કરવાનો છે.

    ગુજરાત July 24, 2026

    આજના યુવાનો એવા નિર્ણાયક વળાંક પર ઊભા છે જ્યાં ઓળખ, સફળતાના સપના અને સામાજિક-આર્થિક પડકારો…

    રાઠવા સમાજ વિરુદ્ધ ટિપ્પણી મામલે જિલ્લા ભાજપના મહામંત્રી રમણભાઈ બારીયાએ માફી માંગી

    July 24, 2026

    કાછેલ (કા) ની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને દાતા તરફથી યુનિફોર્મ અને બૂટનું વિતરણ કરાયું

    July 23, 2026
    Facebook X (Twitter) WhatsApp Instagram
    • લેટેસ્ટ
    • ગુજરાત
    • રાજકારણ
    • બિઝનેસ
    • અજબ-ગજબ
    • ધર્મ ભક્તિ
    • ટેકનોલોજી
    • બૉલીવુડ
    • સ્પોર્ટ્સ
    • લાઇફસ્ટાઇલ
    © 2026 www.avadhexpress.in all rights are resreved | Designed by www.WizInfotech.com.
    • Privacy Policy
    • Terms & Conditions
    • Discliamer
    • Contact Us

    Type above and press Enter to search. Press Esc to cancel.