અવધ એક્સપ્રેસ | ઘોઘંબા
* ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રયોગો અને વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કર્યા
ઘોઘંબા સ્થિત એસ. એચ. વરિયા હાઈસ્કૂલ ખાતે સંકુલ કક્ષાનો ૨૩મો વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો હતો. આ પ્રદર્શન મેળામાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ સંબંધિત વિષયો પર પોતાની સમજ અને સર્જનાત્મકતાને રજૂ કરવાની તક મેળવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તથા ૧૨૮-હાલોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રદર્શનની મુલાકાત લઈને વિદ્યાર્થીમિત્રો સાથે આત્મીય સંવાદ કર્યો હતો.
વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, નવીન વિચારો, તર્કશક્તિ અને સંશોધન પ્રત્યેની રુચિ વિકસે તેવા શૈક્ષણિક પ્રદર્શનોનું વિશેષ મહત્ત્વ છે. આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની સાથે નવીન પ્રયોગો દ્વારા જ્ઞાન મેળવવાની પ્રેરણા મળે છે.
ઘોઘંબા ખાતે યોજાયેલા આ સંકુલ કક્ષાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન મેળા દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં ઘોઘંબા ભાજપ સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર,શાળા ના આચાર્ય શિક્ષક સ્ટાફ, બાળ વૈજ્ઞાનિક સાથે બાળકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા
