ગોધરા તાલુકા ના ધનોલ ગ્રામ પંચાયત ના કાર્યક્ષેત્ર મા મુખ્યત્વે મનરેગા યોજના અને વિવિધ વિકાસ કામો મા ગેરરીતિઓ આચરી ને વિકાસ ના કામો ના ખર્ચાઓ ના લાખ્ખો રૂપિયા ના ખર્ચાઓ ના બીલો મંજૂર કરાયા હોવાની લેખિત ફરીયાદ સ્વરૂપ ની રજૂઆત પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવામા આવતા ગોધરા તાલુકા પંચાયત ના વહીવટી ટેબલો ઉપર ભારેખમ ચર્ચાઓ નો ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.એટલા માટે કે ધનોલ પ્રકરણ મા ગોધરા તાલુકા પંચાયત ના એ.ટી.ડી.ઓ. શ્રી ગોહીલ સાહેબ અને એકાઉન્ટન્ટ ની વહીવટી જવાબદારીઓ અને ફરજો પ્રત્યે પણ આશંકાઓ ઉભી કરી ને વિકાસ ના કામો અને કરવામા આવેલ નાણાંકીય ચુકવણાઓ સામે ઝીણવટપૂર્વક ની તપાસો હાથ ધરવાની માંગ કરવામાં આવી છે.
જો કે ગોધરા તાલુકા પંચાયત ના વહીવટ મા ગરમાવો ઉભા કરતા આ ધનોલ પ્રકરણ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષો મા અને એ પણ કેટલીક ચોક્કસ ગ્રામ પંચાયતો ના કાર્યક્ષેત્ર મા મુખ્યત્વે મનરેગા યોજના અંતર્ગત વિકાસ ના કામો ના દેખાવો હેઠળ કરવામાં આવેલા લાખ્ખો રૂપિયા ના ખર્ચાઓ ઉપરાંત અન્ય વિવિધ વિકાસ કામો ની જે વહીવટી મંજૂરીઓ અપાઈ હતી અને ગરીબ જોબ કાર્ડ ધારકો ના રોજગારીઓ ના મસ્ટરો ની સત્યતાઓ ચકાસ્યા બાદ આડેધડ વહીવટી મંજૂરીઓ આપી ને બીલો પાસ કરી દેવાના આ ભૂતકાળ ના વહીવટો સામે એટલે કે ૨૦૨૧ થી લઈ ને અત્યાર સુધી ના આ વહીવટો સામે જો ઝીણવટપૂર્વક તપાસો હાથ ધરવામા આવે તો વહીવટી મંજૂરીઓ ના ચોંકાવનારા રહસ્યો કેટલીક ચોક્કસ પંચાયતો માંથી બહાર આવવાની ભયભીત ચર્ચાઓ અંદરખાને શરૂ થવા પામી છે.
